- મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સફ્ળતાની કહાની રજૂ કરી
- 2047 સુધી દેશને આત્મનિર્ભર બનાવવાની ગ્રામજનોએ શપથ લીધી
- ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ
કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં રાજયના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે આજરોજ બુધવારે નર્મદા જિલ્લાના કરાઠા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ગામની બાળાઓએ રથ યાત્રાનો કંકુ-તિલક કરીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ગ્રામજનોએ વર્ષ 2047 સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી. સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફ્લ્મિ નિહાળી હતી.
રથ યાત્રા કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભુમિકા રાઉલના હસ્તે ગામના સરપંચ સપનાબેન વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં. મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાની સફ્ળતાની કહાની રજુ કરીને ગામના લોકોને સરકારના લાભ લેવા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો કેમ્પ, આઇ.સી.ડી. એસ. સહિત વિવિધ વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે જિલ્લા માહિતી વિભાગ દ્વારા યોજનાકીય માહિતીપ્રદ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના સદસ્ય જયાબેન વસાવા, જિલ્લા પુરવઠા અધિકાર એસ. ડી. ચૌધરી, જિલ્લા ક્ષય અધિકારી ઝંખનાબેન વસાવા, મામલતદાર પદમાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી અંજનાબેન ચૌધરી, સહિત મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભુમિકા રાઉલના હસ્તે ગામના સરપંચ સપનાબેન વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


