- સરકાર ખેડૂતોની જમીનનું વળતર ઓછું આપતા રોષ
- 14 ગામોના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
- જમીનના ભાવ 1 વીઘાના 1.48 લાખ નક્કી થતા વિરોધ
મહેસાણામાં ખેડૂતોની જમીન સંપાદનને લઈને આક્રોશ ફેલાયો છે. જેમાં સરકાર ખેડૂતોની જમીનનું વળતર ઓછું આપતા રોષ છે. ત્યારે 14 ગામોના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જમીનના ભાવ 1 વીઘાના રૂપિયા 1.48 લાખ નક્કી થતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
યોગ્ય ભાવ નહીં મળે તો બે દિવસમાં ખેડૂતો આંદોલન કરશે
યોગ્ય ભાવ નહીં મળે તો બે દિવસમાં ખેડૂતો આંદોલન કરશે. મહેસાણાના સતલાસણા 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનને લઈને આક્રોશ છે. તારંગા અંબાજી રેલવે લાઈનને લઈને જમીન સંપાદન મામલે ખેડૂતો નારાજ છે. સરકાર ખેડૂતોની જમીનનું વળતર ઓછું આપતા ખેડૂતોની ચિંતા વધી છે. 14 ગામોના ખેડૂતો એકઠા થઇને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જમીનના ભાવ એક વીઘાના રૂપિયા 1,48,000 ઓપવાનું નક્કી થતા ખેડૂતોનો વિરોધ છે.
હીજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ
હાલમાં જમીનોના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોને જમીનના ભાવ યોગ્ય મળે એની ચિંતા છે. યોગ્ય ભાવ નહીં મળે તો બે દિવસમાં ખેડૂતો આંદોલન પર જવાની તૈયારીમાં છે. જમીન સંપાદનમાં ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. તથા હીજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોને પ્રતિ એકરે રૂ.75 થી 80 લાખ સુધીની રકમ ચૂકવવાનો ઓર્ડર કરેલો
અગાઉ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થયેલી જમીનમાં વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011ની જંત્રીમાં વધારો કરી પ્રતિ ચોરસ મીટરે 450 થી 6૦૦ બજાર કિંમત નક્કી કરી વળતર આપવા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન યોજનામાં સુરત જિલ્લામાં પ્રતિ એકર રૂ.1,42,56,૦૦૦ ચૂકવેલા છે. વલસાડમાં પ્રતિ એકરે રૂ.1,44,૦૦,૦૦૦ અને નવસારીમાં રૂ. 1,12,૦૦,૦૦૦ જ્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને પ્રતિ એકરે રૂ.75 થી 80 લાખ સુધીની રકમ ચૂકવવાનો ઓર્ડર કરેલો છે.