- વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી
- વન વિભાગે બે ઘુવડોને કરાવ્યા મુક્ત
- વન વિભાગે બંને ઘુવડોનો કબજો લીધો હતો
ધરમપુરમાં ઘુવડની તસ્કરીનો પર્દાફાશ થયો છે. જેમાં મેલી વિદ્યામાં ઉપયોગની આશંકા છે. ત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા 2 આરોપી વોન્ટેડ છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી વન વિભાગે બે ઘુવડોને મુક્ત કરાવ્યા છે.
બે આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા
વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે. ધરમપુરના હનમત માળ વિસ્તારમાં વન વિભાગ એ બાતમી મળતા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક બાઈક અને કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી બે ઘુવડો મળી આવ્યા હતા. આ ઘુવડો લુપ્ત પ્રજાતિના હતા જે દેશમાં સંરક્ષિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આથી આ સંરચિત પક્ષી હોવાથી વન વિભાગે બંને ઘુવડોનો કબજો લીધો હતો. અને ગણેશ માહલા નામના નાસિકના એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પશુ પક્ષીઓની બલી ચઢાવવામાં આવતી હોવાની ગેરમન્યતા
મહત્વપૂર્ણ છે કે મેલી વિદ્યામાં ઘુવડ અને અન્ય પશુ પક્ષીઓની બલી ચઢાવવામાં આવતી હોવાની ગેરમન્યતા પ્રવૃત્તિ રહી છે. અગાઉ પણ અનેક વખત ઘુવડ જેવા પશુઓની મેલીવિદ્યામાં ઉપયોગ થતા હોવાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે આ વખતે પણ વન વિભાગના હાથે ઝડપાયેલા ઘુવડોને મેલી વિદ્યામાં ઉપયોગમાં કરવામાં આવનાર હોવાની આશંકા વર્તાઈ રહી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે આ તહેવારો દરમિયાન તાંત્રિક અને મેલી વિદ્યા કરવામાં આવતી હોય છે. કાળી ચૌદસના રાત્રે પણ મેલીવિદ્યા અને તાંત્રિક વિધિ કરવામાં આવે છે. ત્યારે તહેવારના દિવસોમાં તાંત્રિક વિદ્યા અને મેલી વિદ્યામાં આ ઘુવડોનો ઉપયોગ કરવામાં આવનાર હોવાની આશંકા વર્તાઈ રહી છે. આથી આરોપીઓએ અત્યાર સુધી કેટલી જગ્યાએ આવા ઘુવડો કે અન્ય પશુ પક્ષીઓની તસ્કરી કરી છે?? અને ક્યાંથી લાવવામાં આવી રહ્યા હતા.?? અને ક્યાં લઈ જવામાં આવનાર હતા તેનો શું ઉપયોગ કરવામાં આવનાર હતો ..??આ વિગતો જાણવા ઊંડાણપૂર્વક તપાસ કરી સરું કરી છે.