- આઈએસઆઈના પૂર્વ વડા ફૈઝ હમીદ સામે સુપ્રીમે કેસ કરી કાર્યવાહીનો આદેશ આપ્યો
- ફૈઝ હમીદ સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી
- આર્મી એક્ટના ઉલ્લંઘનના અનેક મામલા પણ પ્રકાશમાં આવ્યા
પાકિસ્તાન દેશની ગુપ્તચર સંસ્થા એવી આઈએસઆઈના પૂર્વ વડા ફૈઝ હમીદની સમસ્યા વધતી જઈ રહી છે. ફૈઝ હમીદ વિરુદ્ધ પાકિસ્તાન સૈન્ય અધિનિયમ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ફૈઝ હમીસને સૈન્ય એટકાયતમાં લેવામાં આવ્યો છે. ટોપ સિટી સ્કીમ કેસમાં ફૈઝ હમીદનું નામ સામે આવ્યું હતું. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પૂર્વ લેફ્ટિનેંટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં પાકિસ્તાની સૈન્યની એક ટીમે તપાસ કરતા ફૈઝ અહેમદની સામે આ આખો મામલો સામે આવ્યો હતો.
કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ’
પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ ગુપ્તચર ચીફ ફૈઝ હમીદની અટકાયત કરવામાં આવી છે. ISPRએ જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, ફૈઝ અહેમદના નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના અનેક મામલા પણ પ્રકાશમાં આવ્યા છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનની કોર્ટ માર્શલ કાર્યવાહી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ગુપ્તચર વડા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આખો મામલો જાણી લો
ગત વર્ષે 14 નવેમ્બર-2023ના જાહેર પોતાના લેખિત એક આદેશમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રિટાર્યડ લેફ્ટિનેંટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ ખૂબ ગંભીર પ્રકૃતિના આરોપ છે. જો આરોપ સાચા સાબિત થયા તો તે દેશને હથિયારધારી દળો, આઈએસઆઈ અને પાકિસ્તાન રેંજર્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. જેથી તેઓ આ અંગે અવગણના ન કરી શકે. ટોપ સિટી હાઉસિંગ પ્રબંધનના અધિકારીએ ગંભીર આરોપ મૂકતા દાવો કર્યો કે તેઓ આના માલિક મોઈઝ ખાનની ઓફિસ અને ઘર પર દરોડા પાડયા હતા. જે બાદ નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સોસાયટીના માલિકને ફૈઝ હમીદ અને તેના સહયોગીઓ સામે ફરિયાદો પતાવવા સંબંધિત વિભાગો સાથે સંપર્ક કરવા જણાવ્ચું હતું.


