- વસિમ કાદિરે પાર્ટી બદલી
- ઈમરાન ખાનના નામે માંગ્યા હતા વોટ
- અન્ય 3 આઝાદ ઉમેદવારે પણ નવાઝની પાર્ટીને કરી પસંદ
પાકિસ્તાનની ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમત ન મળવાના કારણે જોડતોડની રણનીતિએ જોર પકડ્યું છે. લાહોર નેશનલ એસેમ્બલીની NA-121સીટથી જીતીને આવેલા તહરીક-એ-ઈંસાફ સમર્થિત આઝાદ ઉમેદવાર વસીમ કાદિર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં સામેલ થયા છે. વોટની ગણતરી શરૂ થયાના એક દિવસ બાદ જ નવાઝ શરીફે અન્ય પાર્ટી અને તેના ઉમેદવારોને સરકાર બનાવવા માટે પોતાની સાથે આવવાની દાવત આપી હતી. હવે વસીમ કાદિરના રૂપમાં ઈમરાન ખાનની ટીમની પહેલી વિકેટ નવાઝ શરીફે પાડી દીધી છે.
શું કહ્યું વસીમ કાદિરે
પીએમએલ-એનની તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં વસીમ કાદિરને મરયમ નવાઝ અને પીએમએલ-એનના નેતાઓની સાથે જોઈ શકાય છે. વીડિયોમાં કાદિર કહ્યું કે હું વસીમ કાદિર એક્સ પીટીઆઈ મહાસચિવ લાહોર પોતાના ઘરે પરત આવ્યો છું. આ વિસ્તાર અને તેના લોકોના વિકાસ માટે હું ફરીથી મુસ્લિમ લીગ-એનમાં સામેલ થયો છું. પીટીઆઈનો સાથ છોડનારા આ પહેલા પીટીઆઈ સમર્થિત ઉમેદવાર બની ગયા છે.
ઈમરાન ખાનના નામે માંગ્યા હતા વોટ
કાદિરે ચૂંટણી પ્રચારમાં જનતા પાસે ઈમરાન ખાનના નામે વોટ માંગ્યા હતા. તેઓએ પોતાની સભામાં ઈમરાન ખાનના વખાણ કર્યા અને લોકોને કહ્યું કે મને વોટ કરો. હું ઈમરાન ખાનનો ઉમેદવાર છું. તેના આ પગલાથી વોટર્સમાં નિરાશા પણ જોવા મળી રહી છે. જો કે પીટીઆઈએ ચૂંટણી પહેલા જાહેર કર્યું હતું કે આઝાદ ઉમેદવાર બદલી શકે છે. પરંતુ સાથે જ પોતાના ઉમેદવારોની પાસે આશા રાખી હતી કે તેઓ પાર્ટી છોડશે નહીં.
3 અન્ય આઝાદ ઉમેદવાર પીએમએલ-એનમાં સામેલ
કાદિરની પાર્ટી જોઈન કર્યા બાદ 3 અન્ય આઝાદ ઉમેદવાર પીએમએલ-એનમાં સામેલ થયા છે. મળતી માહિતિ અનુસાર ચિનિયટ જિલ્લાથી જીતેલા 3 સ્વતંત્ર ઉમેદવારોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં સામેલ થવાની જાહેરાત કરી છે. શાહબાઝ શરીફે 3 ઉમેદવાર મુહમ્મદ સાકિબ ખાન ચાદર, તૈમૂર લાલી અને સૈયદ જુલ્ફિકાર અલીને પાર્ટીમાં સામેલ થવા માટે અભિનંદન આપ્યા છે.
કોણ બનાવી રહ્યું છે પાકિસ્તાનમાં સરકાર
નવાઝ સરીફની પાર્ટી આ ચૂંટણીમાં 79 સીટની સાથે બીજા નંબરે છે. પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો નથી પણ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી છે. કેમકે પીટીઆઈના 93 ઉમેદવાર આઝાદ ચૂંટણી લડ્યા હતા. પરિણામો બાદ પીટીઆઈ અને પીએમએલ-એન બંનેએ જીતનો દાવો કર્યો છે. આ પછી સ્થિતિ વધુ ગૂંચવાઈ છે. આવનારા દિવસમાં સદનમાં પીએમના ઉમેદવાર માટે નેશનલ એસેમ્બ્લીમાં 169 સીટનો બહુમત જરીરી છે. ઉમેદવારોની આ તાકાત જોડતોડથી પૂરી થઈ શકે છે. આ સિવાય ત્રીજા નંબરની પાર્ટી પીપીપી પાસે 54 સીટ છે.


