- પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હારિસ રઉફ ઈજાગ્રસ્ત
- ખભાની ઈજાના કારણે PSLમાંથી થયો બહાર
- સ્વસ્થ થવામાં લગભગ 4-6 અઠવાડિયા લાગશે
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે હારિસ રઉફ પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. આ ફાસ્ટ બોલર પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચોમાં રમી શકશે નહીં. હારિસ રઉફ પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સ તરફથી રમે છે, પરંતુ હવે આ બોલર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હારીસ રઉફનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું લાહોર કલંદર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
લાહોર કલંદર્સની ટીમને મોટો આંચકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખભાની ઈજાના કારણે હારિસ રઉફ પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચોનો ભાગ નહીં હોય. તાજેતરમાં કરાચી કિંગ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે હારિસ રઉફને ખભામાં ઈજા થઈ હતી. એવું માનવામાં આવે છે કે હારિસ રઉફને ખભાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં લગભગ 4-6 અઠવાડિયા લાગશે, તેથી તે આ સિઝનમાં પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદરનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં.
હારિસ રઉફ ક્યારે કરશે કમબેક
વાસ્તવમાં, હરિસ રઉફ છેલ્લા કેટલાક સમયથી સતત સમાચારોમાં છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે હારિસ રઉફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પરંતુ હવે આ ફાસ્ટ બોલર ઈજાના કારણે ફરી ચર્ચામાં છે. લાહોર કલંદર્સના પ્રવક્તાએ કહ્યું કે એમઆરઆઈ સ્કેન અને અન્ય પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે તેને ખભામાં ઈજા છે, જે ઠીક થવામાં સમય લાગશે. પાકિસ્તાન સુપર લીગ બાદ પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે T20 સિરીઝ રમશે. પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને આશા છે કે ન્યૂઝીલેન્ડ સિરીઝ સુધીમાં હારિસ રઉફ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.


