- નદીમાં ગુમ થયેલા લોકોની ફાયરના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ
- ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈદની ખુશી માતમમાં પલટી ગઈ
- સિંધુ નદીમાં હોડી પલટી જતા સર્જાયેલી દુર્ઘટનામાં 15 લોકો ડૂબ્યા
પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા સૌથી અશાંત એવા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મરઝાન ઈદની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. ખૈબર પખ્તુનખ્વામાં ગુરુવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. સિંધુ નદીમાં બોટ પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બોટ પલટી જવાની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ડૂબી ગયા હતા. અકસ્માત બાદ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો નદી પાસે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના નૌશેરા જિલ્લાના કુંદ પાર્ક વિસ્તારમાં બની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઈદની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.
સિંધુ નદીમાં લોકોની શોધખોળ ચાલુ
સિંધુ નદીમાં બોટ દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ 11 લોકોને બચાવી લીધા છે અને ચાર લાપતા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નૌશેરા, સ્વાબી અને મર્દાનની બચાવ ટુકડીઓ સર્ચ ઓપરેશનમાં ભાગ લઈ રહી છે. ગોતાખોરો પણ લોકોને શોધવામાં વ્યસ્ત છે.
બલૂચિસ્તાનમાં માર્ગ અકસ્માત
અગાઉ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાં સરહદી શહેર નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓ બલૂચિસ્તાનના ખુઝદાર જિલ્લામાં દૂરના મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા ત્યારે બસ ખાઈમાં પડી ગઈ હતી. ગૃહમંત્રી મોહસિન નકવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
મૃતદેહોની ઓળખ કરવામાં આવી
ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે એક વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે બસ ખાઈમાં પડી હતી. તમામ મુસાફરો સિંધ પ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા. મૃતકો અને ઘાયલોને કરાચી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી કેટલાક એક જ પરિવારના છે.


