- એશિયન દેશો માટેના એશિયન ડેવલપમેન્ટ બેંકનો રિપોર્ટ
- ADB રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં મોંઘવારી 25 ટકા પર પહોંચી
- ફુગાવાનો દર 25 ટકા રહેવાની ધારણા: ક્રેડિટ એજન્સી
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના નવા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં મોંઘવારી દર 25 ટકા પર પહોંચી ગયો છે, તેની સાથે જ પાકિસ્તાન હવે સમગ્ર એશિયામાં સૌથી મોંઘો દેશ બની ગયો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 1.9 ટકાના દરે વધી રહી છે, જે એશિયામાં ચોથું સૌથી ધીમી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, એશિયન ડેવલપમેન્ટ આઉટલુક અનુસાર, પાકિસ્તાનનું આગામી નાણાકીય વર્ષ 2024-25 પણ નિરાશાજનક રહેવાનું છે. પાકિસ્તાનમાં આગામી નાણાકીય વર્ષમાં ફુગાવો 15 ટકા રહેવાનો અંદાજ છે. મનીલા સ્થિત ક્રેડિટ એજન્સીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 25 ટકા રહેવાની ધારણા છે, જે સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. જે પાકિસ્તાનને એશિયાનો સૌથી મોંઘો દેશ બનાવે છે.
પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અને પાકિસ્તાન સરકારે આ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો લક્ષ્યાંક 21 ટકા રાખ્યો હતો, પરંતુ આમ થવું શક્ય નથી. એશિયન ડેવલપમેન્ટ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર 1.9 ટકા રહી શકે છે, જે મ્યાનમાર, અઝરબૈજાન અને નૌરુ પછી ચોથો સૌથી નીચો દર છે.


