- પાકિસ્તાની-અમેરિકી અરબપતિ સાજિદ તરાર
- એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીની કરી પ્રશંસા
- પીએમ મોદીને ગણાવ્યા મજબૂત અને અદભૂત નેતા
સમગ્ર વિશ્વમાં આજે ભારતની બોલબાલા વધી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની વાહવાહી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ અમેરિકાના બિઝનેસ મેને પણ પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે પાકિસ્તાનને પણ પીએમ મોદી જેવા નેતા મળવા જોઇએ.
પાકિસ્તાનને પીએમ મોદી જેવા નેતા મળે- સાજિદ તરાર
એક ન્યુઝ એજન્સી સાથે પાકિસ્તાન મૂળના અમેરિકી બિઝનેસ મેસ સાજિદ તરારે વાતચીત કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી અદ્ભુત નેતા છે. તે જન્મજાત નેતા છે. તેઓ એવા પીએમ છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને વિપરીત સ્થિતિઓમાં પાકિસ્તાનની મુલાકાત લીધી, મને આશા છે કે તે પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે. શાંતિપૂર્ણ પાકિસ્તાન ભારત માટે પણ સારું છે. એક પ્રશ્નના જવાબમાં કહ્યું દરેક જગ્યાએ લખેલુ છે કે પીએમ મોદી ભારતના આગામી વડાપ્રધાન હશે.. તેમણે કહ્યું કે ભારત એક યુવા દેશ છે અને તે તેની યુવા વસ્તી વિષયક સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે સત્તા પર પાછા ફરશે. બાલ્ટીમોરના બિઝનેસમેન સાજિદ તરારે કહ્યું કે મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા અને વિશ્વ માટે સારા છે અને આશા છે કે પાકિસ્તાનને પણ તેમના જેવા નેતા મળે..
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી – સાજિદ તરાર
તેઓએ વધુમાં જણાવ્યું કે આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને 2024માં ભારતનો ઉદય આશ્ચર્યજનક છે. વધુમાં કહ્યું કે તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે. . તેમણે કહ્યું, ‘પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઊંચા છે. IMF ટેક્સ વધારવા માંગે છે. વીજળીના ભાવમાં વધારો થયો છે. અમે નિકાસ કરી શકતા નથી. પીઓકેમાં વિરોધ મુખ્યત્વે વીજળીના બિલમાં વધારાને કારણે છે.
કોણ છે સાજિદ તરાર ?
સાજીદ તરાર વર્ષ 1990માં અમેરિકા ગયા હતા. પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેમના ઘણા સારા સંબંધો છે. તેઓ એક બિઝનેસમેન છે. તેમનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંડી બહાઉદ્દીનમાં થયો હતો. સાજિદ 1990ના દાયકામાં અમેરિકા ગયા અને ત્યાંના નાગરિક બન્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ બાલ્ટીમોર સ્કૂલ ઓફ લોમાંથી એલએલએમની ડિગ્રી મેળવી. તેઓ પરિણીત છે અને તેના ચાર બાળકો છે. તેઓ નોન પ્રોફિટ ખાનગી સંસ્થા સેન્ટર ફોર સોશિયલ ચેન્જના સીઈઓ છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે અને રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે. સાજીદ તરાર સોશિયલ મીડિયા પ્રભાવક, વિશ્લેષક અને દક્ષિણ એશિયા બાબતોમાં વિશેષતા ધરાવતા કોમેન્ટેટર પણ છે.


