ભારતનો દુશ્મન દેશ પાકિસ્તાનમાં હવે લોકો મહાભારત અને ગીતાના શ્લોકોનો અભ્યાસ કરશે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સમાં પહેલી વાર સંસ્કૃતનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં બાળકો મહાભારત અને ગીચાના શ્લોકોનો અર્થ સમજીને શિક્ષાને પોતાના જીવનનો ભાગ બનાવશે. વર્ષ 2027 સુધીમાં સંસ્કૃત ભાષાને એક વર્ષનો કોર્સ બનાવવાની પ્લાનિંગમાં છે.
પંજાબ યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા છે સંસ્કૃતના દસ્તાવેજ
લાહોર યુર્નવિસિટીમાં ગુરમાની સેન્ટરના ડાયરેક્ટર ડો.અલી ઉસ્માન કાસમી અનુસાર, પંજાબ યુનિવર્સિટીના પુસ્તકાલયમાં સંસ્કૃત દસ્તાવેજો સચવાયેલા છે. જોકે,1947 ના ભાગલા બાદ તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો. કે પાકિસ્તાનના શૈક્ષણિક અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.ફક્ત વિદેશથી આવતા સંશોધકો જ તેમને વાંચે છે, પરંતુ હવે આ દસ્તાવેજો લાહોર યુનિવર્સિટીમાં લાવવામાં આવશે, જ્યાં સ્થાનિક સંસ્કૃત વિદ્વાનો વિદ્યાર્થીઓને તેમના વિશે જણાવશે.
લાહોર સાથે છે મહાન સંસ્કૃતવિદનુ કનેક્શન
પાકિસ્તાનના પ્રોફેસર શાહિદ રશીદ સંસ્કૃતના વિદ્યાર્થી રહ્યા છે અને તેમનુ કહેવુ છે કે સંસ્કૃત લોકો સામાજિક નિયમો અને આદર્શોનુ મહત્વ સમજે. જીવન અને તેમની સત્યતા સાથે રૂબરૂ કરાવે છે. મહાન સંસ્કૃત વ્યાકરણકાર પાણિનીનું ગામ લાહોરમાં આવેલું હતું. સિંધુ ખીણ સંસ્કૃતિ અને હડપ્પા કાળના સંસ્કૃત ગ્રંથો પણ અહીં રચાયા હતા. તેમનો જન્મ આ જ જગ્યાએ થયો હતો, તેથી લાહોર યુનિવર્સિટીમાં સંસ્કૃત અભ્યાસક્રમ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને પણ સ્વીકારવામાં આવી હતી.
આ પણ વાંચો રશિયા S-400ને અપગ્રેડ કરશે, ભારતનું રક્ષા કવચ હવે વધુ મજબૂત બનશે


