- ઈરાન-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો
- ઈરાન આતંકીઓને આશ્રય આપી મદદ કરતું હોવાનો પાકિસ્તાનનો દાવો
- પાકિસ્તાને ઈરાન હુમલાને વખોડી એરસ્ટ્રાઈકનો વળતો પ્રહાર કર્યો
ઈરાને કરેલી પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન વિફર્યું છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં સેંકડો આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કર્યો આને લઈ અત્યાર સુધી કોઈ જાણકારી સામે નથી આવી. ઈરાન અથવા પાકિસ્તાન તરફથી આ હુમલાને લઈ સત્તાવાર નિવેદન નથી કરાયું.
પાકિસ્તાને દાવો કર્યો છે કે બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહી પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું રચતા હોય છે. આ એરસ્ટ્રાઈક પણ કાવતરાનો જ એક ભાગ છે. પાકિસ્તાનનો દાવો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપી મદદ કરે છે. જ્યારે ઈરાને પાકિસ્તાનના આ દાવાનું ખંડન કર્યું છે.
પાકિસ્તાનનો બલૂચ કરે છે ભારે વિરોધ
પાકિસ્તાનના ઉત્તરમાં બલૂચિસ્તાનની સીમા અફઘાનિસ્તાન તેમજ પશ્ચિમે ઈરાન સાથે જોડાયેલી છે. બલૂચિસ્તાન હમેશા ખનીજ સંશાધનોથી સંપન્ન પ્રાંત રહ્યો છે. બલૂચ પાકિસ્તાનમાંથી પોતાની આઝાદીની માંગ કરતું આવ્યું છે. તે પોતાના વિસ્તારમાંથી મહત્ત્વના ખનીજ સંશાધનો કાઢવાનો વિરોધ કરતું આવ્યું છે. પહેલાં અહીં પાકિસ્તાન ખનીજ સંશાધનોનું ખનન કરાતું હતું અને બાદમાં તેને ચીનની મંજૂરી આપી દીધી છે જેથી બલૂચ નાગરિકોમાં આનો વિરોધ વધી ગયો છે. આનો વિરોધ બે આતંકી જૂથ કરે છે. પાકિસ્તાની સૈન્ય અને ચીની સૈન્યને હંમેશા વિરોધ થતો આવ્યો છે.
ઈરાને કરી હતી એરસ્ટ્રાઈક
આ અગાઉ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરી ઈરાને એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં બે બાળકોનાં મોત થયા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાને પોતાના હવાઈ વિસ્તારનું ઉલ્લંઘનને વખોડયું હતું. અને ઈરાનના રાજદૂતને વિદેશ મંત્રાલયે તાત્કાલિક બોલાવી રજૂઆત કરી હતી. પાકિસ્તાને વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ઈરાનનું કૃત્ય સાંખી નહીં લેવાય. ત્યારબાદ પાક સમર્થિત આતંકી સંગઠને એક ઈરાની સૈન્ય ઓફિસરને ગોળી મારી હત્યા કરી હતી. ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે કે જૈશ-અલ-અદલ આતંકવાદી જૂથ તેના સુરક્ષાદળો પર હુમલો કરવા માટે પાકિસ્તાનની ભૂમિનો વપરાશ કરી રહ્યું છે. બલૂચિસ્તાન સરહદે પંજગુર શહેરમાં આના ઠેકાણા આવેલા છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાની વિદેશ મંત્રાલયે સંબંધિત સિનિયર અધિકારી સમક્ષ આને લઈ ભારે વિરોધ નોંધાવી હતો.


