- હિંદુ સમુદાયની યુવતીએ રમતગમતમાં પોતાનું નામ રોશન કર્યું
- પાકિસ્તાનની તુલસી મેઘવાર સોફ્ટવોલ અને બેઝબોલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની
- તુલસી 6 વખત નેશનલ ગેમ્સ અને ત્રણ વખત એશિયન ગેમ્સ રમી ચૂકી છે
પાકિસ્તાનની હિન્દુ યુવતીએ કમાલ કર્યો છે અને તેથી તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનની તુલસી મેઘવાર સોફ્ટવોલ અને બેઝબોલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનનાર દેશની પ્રથમ હિન્દુ યુવતી છે. તે પાકિસ્તાનની રાષ્ટ્રીય સોફ્ટબોલ ટીમનો પણ એક ભાગ છે. પાકિસ્તાનના અહેવાલ અનુસાર, તે દેશની હિંદુ સમુદાયની પહેલી છોકરી છે જેણે રમતગમતમાં પોતાનું નામ રોશન કર્યું છે. મેઘવાર સમુદાયના લોકો છોકરીઓના શિક્ષણને લઈને રૂઢિવાદી વિચારો ધરાવે છે.
પાકિસ્તાનની તુલસી મેઘવાર સોફ્ટવોલ અને બેઝબોલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનનાર દેશની પ્રથમ હિન્દુ મહિલા છે. તે પાકિસ્તાનની રાષ્ટ્રીય સોફ્ટબોલ ટીમનો પણ એક ભાગ છે. તેણે કહ્યું હતું કે, ‘મેઘવાર સમુદાયના અને મારા ઘરમાં ઘણા લોકોને દીકરીઓને ભણાવવા સામે વાંધો હતો પરંતુ મેં તેમને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું.’
રમતગમત તરફ કેવી રીતે આગળ આવી?
શાળાના દિવસોમાં તુલસીનો રમતગમત પ્રત્યેનો રસ વધ્યો હતો. ઈન્ટરવ્યુમાં તુલસીએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં જ્યારે તે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તેની શાળામાં એક સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસીએ પણ આ શિબિરમાં ભાગ લીધો અને પસંદગી પામી હતી. અત્યાર સુધી તુલસી 6 વખત નેશનલ ગેમ્સ અને ત્રણ વખત એશિયન ગેમ્સ રમી ચૂકી છે પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માંગે છે.
પડકાર શું હતો?
તુલસીએ કહ્યું હતું કે મેઘવાર અને હિંદુ સમુદાયે તેને તેની સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કર્યા છે પરંતુ ઘણા લોકો એવા હતા જેમણે તેની રમત પર પ્રશ્નો ઉઠાવ્યા છે. હું તેમના શબ્દો એક કાનેથી સાંભળતી અને બીજા કાનેથી બહાર કાઢતી હતી. મારું ધ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા પર છે.
તુલસીએ કહ્યું હતું કે તેમની પાસે પ્રેક્ટિસ માટે એવું મેદાન નથી કે જ્યાં છોકરીઓ આરામથી પ્રેક્ટિસ કરી શકે. અમે જ્યાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાં છોકરાઓ પણ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હતા પરંતુ કોઈક રીતે અમે પ્રેક્ટિસ પૂરી કરી હતી.


