બલુચિસ્તાનના બોલાન વિસ્તારમાં પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં એક અધિકારી સહિત 6 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 5 સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકના લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યુ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સેનાનું વાહન નિયમિત પેટ્રોલિંગ પર હતું. વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
હુમલા માટે કોણ જવાબદાર ?
માત્ર 10 દિવસ પહેલા, શુક્રવારે, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટ્ટાના માર્ગટ વિસ્તારમાં એક મોટો હુમલો કર્યો હતો, જેમાં 6 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હતા. અગાઉનો હુમલો પણ IEDનો ઉપયોગ કરીને સેનાના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ રિમોટ-કંટ્રોલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ BLA દ્વારા જ કરવામાં આવી છે. ત્યારે આજે સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. ઘાયલોને નજીકના લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ વિસ્તાર પહેલા પણ ઘણી વખત આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે.
રિમોટ-કંટ્રોલ્ડ IED દ્વારા બનાવાયું નિશાન
BLA પ્રવક્તા જિયાંદ બલોચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા લડવૈયાઓએ રિમોટ-કંટ્રોલ્ડ IED દ્વારા દુશ્મનના કાફલાને નિશાન બનાવ્યો હતો. વિસ્ફોટમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને તેમાં સવાર તમામ 6 સૈનિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા સૈનિકોમાં સુબેદાર શહજાદ અમીન, નાયબ સુબેદાર અબ્બાસ, સિપાહી ખલીલ, સિપાહી ઝાહિદ, સિપાહી ખુર્રમ સલીમ અને અન્યનો સમાવેશ થાય છે. BLA એ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં પાકિસ્તાની સેના સામે તેના હુમલાઓ વધુ તીવ્ર બનશે. સંગઠને કહ્યું કે સ્વતંત્રતા માટેની અમારી લડાઈ અટકશે નહીં, અને અમે અમારી બધી શક્તિથી દુશ્મનને નિશાન બનાવતા રહીશું.


