- પાકિસ્તાની મિસાઈલોથી S-400 પણ ભારતને નહિ બચાવી શકે: જનરલ
- ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં બોલ્યા પાકિસ્તાની જનરલ કદવઇ
- “પાકિસ્તાનનો પરમાણુ હથિયાર કાર્યક્રમ ભારતને ધ્યાનમાં રાખીને”
પાકિસ્તાની પરમાણુ બોમ્બને ‘હથિયાર’માં પરિવર્તિત કરનાર લેફ્ટનન્ટ જનરલ કિદવઈએ ભારતને ઉઘાડી ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની મિસાઈલોથી S-400 મિસાઇલ સિસ્ટમ પણ ભારતને નહિ બચાવી શકે બચાવી શકશે નહીં. લેફ્ટનન્ટ જનરલ કિદવઈએ તાજેતરમાં ઈસ્લામાબાદમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એક ભાષણ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો પરમાણુ હથિયાર કાર્યક્રમ ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
કિદવઈએ કહ્યું કે પાકિસ્તાન પ્રત્યે ભારત શત્રુ દ્રષ્ટિ રાખે છે, જેને કારણે પાકિસ્તાન હવે ફુલ સ્પેક્ટ્રમ ડિટરન્ટ (FSD) વિકસાવી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલો તેમના પશ્ચિમી લોન્ચ બેઝથી સમગ્ર ભારતને કવર કરે છે. કિદવઈએ સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન ભારતના પરમાણુ હુમલાથી બચી શકે છે અને ભારતની S-400 ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં પાકિસ્તાન કોઈપણ ભારતીય ટાર્ગેટને હિટ કરી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની મિસાઈલો અમુક મીટરની અંદર જ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે, આવી સ્થિતિમાં ભારતની મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ નિષ્ક્રિય થઈ શકે છે.
શું કહ્યું પાકિસ્તાની જનરલે?
એક નિવેદનમાં પાકિસ્તાની લેફ્ટનન્ટે કહ્યું કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાન માત્ર કાઉન્ટર વેલ્યુ જ નહીં પરંતુ કાઉન્ટર સિટીની રણનીતિ અપનાવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હાલ રાજકીય અને આર્થિક ઉથલપાથલ સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમમાં કોઈ અડચણ નહીં આવે. જણાવી દઈએ કે ઓક્ટોબર 2018માં ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને S-400 મિસાઈલ ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ રશિયા ભારતને S-400 મિસાઈલની પાંચ રેજિમેન્ટ આપશે.
ભારતને મળી છે S-400ની ત્રણ રેજિમેન્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી રશિયાએ ભારતને ત્રણ S-400 રેજિમેન્ટ સોંપી છે. રશિયાએ નવેમ્બર 2021માં પહેલું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. ભારતને બાકીની બે રેજિમેન્ટ વર્ષ 2026 સુધીમાં મળી જશે. આ સંરક્ષણ કરાર 43 અબજ ડોલરમાં કરવામાં આવ્યા છે, જે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે. આ સંરક્ષણ કરાર દરમિયાન અમેરિકાએ ભારતનો વિરોધ પણ કર્યો હતો, તેમ છતાં ભારતે રશિયા પાસેથી S-400 ખરીદ્યા છે.


