રાજકોટમાં નાના બાળકોના વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં 4 વર્ષની એક માસૂમ બાળકીના નાકમાંથી સર્જરી કરીને રબરનું સ્પોન્જ બહાર કાઢવામાં આવ્યું છે. બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનાથી બાળકીને નાકમાં દુખાવો થતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
દોઢ મહિનાનો દુખાવો
શરૂઆતમાં સામાન્ય શરદી માનીને સારવાર કરવામાં આવી હતી, પરંતુ દુખાવો ન ઘટતા ડોક્ટરોએ બાળકીનું સીટી સ્કેન કરાવ્યું હતું. સીટી સ્કેન રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે રમતા-રમતા બાળકીએ રબરનો ટુકડો (સ્પોન્જ) નાકમાં નાખી દીધો હતો, જે અંદર ફસાઈ ગયો હતો. આખરે, ડોક્ટરોની ટીમે દૂરબીન (એન્ડોસ્કોપી)ની મદદથી નાકમાં ફસાયેલું સ્પોન્જ સુરક્ષિત રીતે બહાર કાઢ્યું, જેનાથી બાળકીને રાહત મળી. આ ઘટના વાલીઓ માટે ગંભીર ચેતવણી છે કે રમતા બાળકો પર સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : Banaskantha News : શિયાળાના પ્રારંભે જ માઉન્ટ આબુ ઠરી ગયું, પ્રવાસીઓ માટે ‘મસ્ટ-વિઝિટ’ સ્થળ


