- ભારતમાં જ નહીં પરંતુ બ્રિટનમાં પણ રામમંદિરને લઈ ઉજવણીનો માહોલ
- બ્રિટનની સંસદ પણ રામમય બની ગઈ
- બ્રિટનની સંસદમાં શંખ ધ્વનિ સાથે શ્રીરામનો જયઘોષ કરાયો
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન ભગવાન શ્રીરામની પ્રતિમાની ઝલક જોવા અને સમારોહમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ બ્રિટનમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ હતી કે બ્રિટનની સંસદમાં શંખની દિવ્ય ધ્વનિ વચ્ચે શ્રીરામનો જયઘોષ ગૂંજી ઉઠયો હતો. યુકેમાં આવેલી સનાત સંસ્થા એસએસયુકેએ બ્રિટીશ સંસદમાં શંખ ધ્વનિનું ગુંજન કર્યું હતું. હાઉસ ઑફ કોમન્સ શ્રીરામમય થઈ ગયું હતું. સંસદમાં રામ મંદિરના ઉજવણીને લઈ યુગપુરુષની પ્રતિમા પણ લગાવવામાં આવી હતી.
બ્રિટિશ સંસદમાં આનંદ છવાયો
બ્રિટનની સનાતન સંસ્થા SSUK એ બ્રિટિશ સંસદમાં રામ મંદિરની ઉજવણી શરૂ કરી. સંસદની અંદર શંખ ફૂંકાયા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણમાં આનંદ છવાયો હતો. સંસદમાં કાર્યક્રમની શરૂઆત ભાવપૂર્ણ ભજનથી થઈ હતી. આ પછી SSUK ના સભ્યોએ કાકભુશુન્ડી સંવાદ રજૂ કર્યો. ત્યારબાદ સભ્યોએ ગીતાના 12મા અધ્યાયનો ઊંડો અભ્યાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના જીવનને યાદ કર્યું.
શ્રીરામના જયકારા વચ્ચે બ્રિટનની સંસદ પણ રામમય
મહત્ત્વનું છે કે દેશભરમાં 200થી વધુ મંદિરો, સમૂહ સંગઠનો અને સંઘોએ ગુરુવારે એક ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પહેલા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને રજૂ કરાશે. બ્રિટનમાં ધાર્મિક સંગઠનોએ એક નિવેદમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં સ્વાગત કરવા પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


