પાટણ જિલ્લાકક્ષા સ્પે.ખેલમહાકુંભ 2025 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓની વિવિધ કેટગરીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બુધવારે માનસિક દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 300 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ્ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાના પ્રથમ દિવસે શારીરિક રીતે દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જ્યારે માનસિક ક્ષતિગ્રસ્ત (એમઆર) ખેલાડીઓ માટેની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં 50 મીટર દોડ, થ્રો બોલ જેવી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બુધવારે યોજાયેલ ટુર્નામેન્ટ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ તેમજ રમતગમત કચેરી અને રમતગમત સંકુલનો સ્ટાફ્ વિવિધ સ્પર્ધાના રેફરિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સ્પર્ધામાં પ્રથમ અને બીજો નંબર આવનાર ખેલાડીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર આવનાર ખેલાડીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં આગામી તા.14/12/2025 ડેફ્ સ્પર્ધા અને બ્લાઇડ સ્પર્ધા સરદાર પટેલ રમત ગમત સંકુલ,અનાવાડા દરવાજા પાસે, પાટણ ખાતે યોજાશે યોજાશે. જેમાં 240 જેટલા ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


