ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામની અંદર પંચાયતની જમીનમાં ગામના ત્રણ શખ્સોએ દબાણ કરી તાર ફેન્સીંગ કરી રસ્તો બંધ કરી દેવાતાં રહિશ દ્વારા અરજી કરાતાં દબાણ દુર કરવામાં આવ્યું હતું જેની અદાવત રાખી ત્રણેય શખ્સોએ ઝઘડો કરી ધોકો અને ગડદા પાટુંનો માર મારતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ખારાઘરવા ગામના ભાઈલાલભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરની સામે પંચાયતની જમીન આવેલી છે તેમાં ખારાઘરવા ગામના ઠાકોર જ્યંતિજી તથા ઠાકોર કરસનજી અને ઠાકોર સુરેશજી દ્વારા તાર ફેન્સીંગ કરી આવવા જવા માટેનો રસ્તો બંધ કરી દીધો હોવાથી ફરીયાદીના ભાઈએ દબાણ દુર કરવા માટે અરજી આપતાં તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવ્યું હતું જેની અદાવત રાખી ત્રણેય શખ્સોએ ફરીયાદીના ઘરે આવી તમે કેમ અરજી કરી હતી કહી ગાળો બોલતા ભાઈલાલભાઈએ મે અરજી નથી કરી અને હું કશું નથી જાણતો તેમ કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ જયંતિજી ઠાકોરે હાથની કોણી પર ધોકો ફ્ટકાર્યો હતો જ્યારે ઠાકોર કરસનજી અને ઠાકોર સુરેશજીએ ગડદા પાટુંનો માર મારતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


