ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ્ ધ ડેફ્ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની બધિર ખેલ ટૂર્નામેન્ટમાં પાટણ જિલ્લાની શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળાના ખેલાડીઓ વિવિધ એથ્લેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને 12 ખેલાડીઓ વિજેતા બની 8 ગોલ્ડ સાથે કુલ 21 મેડલ જીતીને અભ્યાસની સાથે સાથે ખેલ કૂદની સ્પર્ધાઓમાં બધિર બાળકો સખ્ત મહેનત કરી ગુજરાતમાં પાટણ જિલ્લાને તથા બહેરા મૂંગા શાળા પાટણને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓમાંથી આઠથી દસ ખેલાડી આગામી જાન્યુઆરી-2026માં રમાનાર નેશનલ ડેફ્ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પસંદ થશે એવી આશા બંધાઈ છે. શાળાના આચાર્ય ઘેમરભાઇ દેસાઈ, કોચ રાહુલ સલાટ દ્વારા બધિર ખેલાડીઓને સતત કોચિંગ-માર્ગદર્શનના પરિણામે ખેલાડીઓ એ સુંદર દેખાય કર્યો છે.શાળાના મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટી અધિકારી ઉષાબેન બૂચ, સહમંત્રી કુસુમબેન ચંદારાણા તથા મુંબઈથી ટ્રસ્ટીઓ દ્વારા વિજેતા ખેલાડીઓ તથા ઘેમરભાઇ દેસાઈ અને તેમની શાળા-છાત્રાલયની ટીમને અભિનંદન પાઠવી.મેદાનની સગવડ સાથે સતત માર્ગદર્શન માટે જિલ્લા રમતગમત સંકુલ પાટણ અને વડોદરા ખાતે ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને યજમાન મૂકબધિર મંડળ વડોદરાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત વર્ષે કેરાલા ખાતે યોજાયેલી નેશનલ ડેફ્ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાતે મેળવેલ 8 મેડલ માંથી 6 મેડલ બહેરા મૂંગા શાળા પાટણના ખેલાડીઓ મેળવી યાદગાર દેખાવ કર્યો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


