- વાહનચાલકોના સાધનમાં પંક્ચર પડવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે
- ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવા માટે આ વિસ્તારના રહીશોની માંગ
- સોસાયટીના રહીશો દ્વારા પાટણ જિલ્લા સમસ્યા મંચ ના સંયોજકને રજૂઆત કરાઈ
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તાથી પાયલપાર્ક સોસાયટીથી ઊંઝા ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર છ માસ પહેલા રોડની કામગીરી શરૂ કરાઈ હતી અને તે સમયે મેટલ પાથરવામાં આવ્યા હતા પરંતુ આજે આ રોડ ઉપર કપચી અને ડામર ઉખેડી ગયેલ છે તેના કારણે આ રોડ રસ્તાની હાલત ખૂબજ ખરાબ થઈ ગયેલ છે અને આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. રોડ ઉપર ધૂળ માટી ઉડવાના કારણે આ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોને અને ત્યાંથી પસાર થતા લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. વાહન ચાલકોના સાધનોને પંકચર પડે છે અને વાહનો બગવડાથી વાહનચાલકોને નુકસાન વેઠવુ પડે છે. વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો દ્વારા પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત)ના સંયોજકને રજૂઆત કરાઈ હતી. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, આ રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયેલ છે અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે અને ચોમાસામાં અને વરસાદના કારણે રોડ ઉપરના ખાડા પાણીથી ભરાઈ જાય છે.
આ રોડ રસ્તા ઉપર તાત્કાલિક ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવા માટે આ વિસ્તારના રહીશોની માંગ છે. આ બાબતે પાટણ જિલ્લા સમસ્યા મંચના સંયોજક દ્વારા પાટણ કલેકટર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પાટણ જિલ્લાને લેખિત રજૂઆત કરવામાં
આવી છે.