પાટણ જિલ્લામાં ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે રવી સિઝનમાં શાકભાજી, તેલીબીયા, શાકભાજી, ઘાસચારો વિગેરે પાકોનું 168194 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો સાથે સાથે જિલ્લામાં ખેડૂતો રવિ સિઝનમાં ડુંગળી બટાકા, મેથી જેવા પાકો તરફ્ ધીમે ધીમે આગળ વળી રહ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર જીરું, ચણા, રાઈ, ઘઉં, ઘાસચારો અને અજમાનું થવા પામ્યું છે. જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યા બાદ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ રવિ સિઝનમાં સારા ઉત્પાદન અને સારી આવકની આશાએ તમાકુ, ચણા, રાઈ, જીરુ, સુવા, ઇસબગુલ, વરિયાળી, શાકભાજી, ઘાસચારો, મેથી, અજમો, ગાજર, ધાણા જેવા વિવિધ પ્રકારના પાકોનું અત્યાર સુધીમાં 1,68,194 હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ત્યારે ચાલુ વર્ષે શિયાળુ પાકમાં રોગ જીવાતોનો ઉપદ્રવ ન હોવાના કારણે ખેડૂતોને સારું ઉત્પાદન મળવાની આશા સેવાઇ રહી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


