જીરાવલા પાર્શ્વનાથ જિનાલય દ્વારા કરાયેલુ આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
જીરાવલા પાર્શ્વનાથ જિનાલય ના ઉપાશ્રયમાં ગુરૂ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ સુરીશ્વરજી દાદા (બાપજી દાદા) ર૩ વષઁની ભરયૌવન વયે સંયમ જીવન ધારણ કર્યું.આજીવન તપ ધમઁ ;વૈયાવચ્ચ; અગોચર સાધના;અલૌકિક દિવ્ય શક્તિ સિધ્ધિ; અને ઉત્કૃષ્ટ હઠયોગ સિધ્ધિ..પળેપળ શાસનની સંભાળ; દિવ્ય વચન સિધ્ધિ થી અલંકૃત; સંઘસ્થવિરના વિશિષ્ટ દરજ્જાથી શોભાયમાન જૈન શાસનના એક માત્ર આચાર્યશ્રી એટલે પ.પૂ આ.ભ. સિધ્ધિસૂરીશ્ર્વરજી મહારાજા. આજીવન પદવિહારી..જીવનના ૭૨ મા વર્ષે વષીઁતપ પ્રારંભ તે ૧૦પ વષેઁ કાળધમઁ સુધી અખંડ (૩૩ વષઁ) ૮૭ વષઁની ઉમરે પાલીતાણાની પગપાળા યાત્રા.આવા પરમ ઉપકારી પ્રત્યક્ષ પ્રભાવી દાદા ની જીવન યાત્રા ઉપર અમદાવાદ, મુંબઈ, સુરત, ખંભાત પછી હવે રાજકોટ માં મુવી નો ખાસ આમંત્રિત શો તા.૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ, રાણી ટાવર સામે, તા.૧૫/૩/૨૬, રવિવાર,સવારે ૧૦ થી ૧૨, ટોકન દર ટીકીટ : ૫૦/- ( નોન રીફન્ડેબલ), ટીકીટ વિતરણ: લિમિટેડ ટીકીટ હોય વહેલો તે પહેલાંના ટીકીટ આપવામાં આવશે. ટીકીટ વિતરણ તારીખ અને સમય: ૧૨/૩/૨૬ ગુરુવાર સવારે ૯ થી ૧૨, સાંજે ૬ થી ૮, સ્થળ: શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય- રાજકોટ સંચાલિત પૂ.બાપજી મહારાજ મંદિર, દેરાસર ની બાજુની શેરીમાં, ઉપાશ્રય ની બાજુમાં. વધુ માહિતી માટે સંયોજક: જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય -રાજકોટ : દિલીપભાઈ દેસાઈ મો. ૭૯૯૦૫૭૦૮૧૧, ડો. તેજસભાઇ શાહ મો. ૭૫૬૭૦૪૯૩૦૧, શ્રી આશિષભાઈ ઉદાણી મો. ૯૭૨૭૭૧૪૦૦૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


