- તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધુ પડતા તેલની રેલમછેલ
- સિંગતેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા હતા
- રસ્તા પર ઢોળાયેલું તેલ લોકોએ વાસણમાં ભેગુ કર્યું
સુરેન્દ્રનગરમાં રસ્તા પર ઢોળાયેલું તેલ લેવા પડાપડી થઇ હતી. જેમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધુ પડતા તેલની રેલમછેલ થઇ હતી. સિંગતેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા હતા. રસ્તા પર ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભેગુ કરી લઇ ગયા હતા.
લીંબડી હાઇવે પર કટારિયા ગામ નજીક ટેન્કર પલટ્યું
લીંબડી હાઇવે પર કટારિયા ગામ નજીક ટેન્કર પલટ્યું હતું. લીંબડી નેશનલ હાઈવે પર કટારિયા ગામ નજીક સિંગતેલ ભરેલું ટેન્કર ઊંધુ પડતા પાણીની જેમ રેલની રસ્તા પર નદિ વહિ હોય તેવો માહોલ સર્જાયો હતો. તેથી સિંગગતેલ ભરવા લોકોના ટોળા ઉમટયા હતા. મોડી રાત્રે લીંબડી કટારિયા હાઇવે પર સિંગતેલ ભરવા લોકો જુદા જુદા વાસણો લઇ આવ્યા હતા. લીંબડી હાઇવે પર મોડી રાત્રે તેલ ભરવા લોકોની ભીડ જામતા ટ્રાફિક જામ થયો હતો.
સિંગતેલની નદિ જોઇ લોકો હાથમાં જે આવ્યુ તે લઇ સિંગતેલ ભરવા લાગ્યા
ઉપલેટાથી સિંગતેલ ભરી વડોદરા જવા નીકળેલુ ટેન્કર કટારિયા ગામ નજીક એકાએક પલ્ટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તથા સ્થાનિકોની મદદથી ડ્રાઇવરને બચાવી લેવામાં આવ્યો હતો. તેમજ રસ્તા પર સિંગતેલની નદિ જોઇ લોકો હાથમાં જે આવ્યુ તે લઇ સિંગતેલ ભરવા લાગ્યા હતા. જેમાં ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી અને પરિસ્થિતને કાબૂમાં લીધી હતી. તેમજ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.


