- ICMR સાથે થયેલી બેઠકમાં હાર્ટ એટેકને લઈને આવ્યું તારણ
- સખત મહેનત, કસરત સહિતથી દુર રહેવું જોઈએ: માંડવિયા
- કોવિડ થયાના 1થી 2 વર્ષ ભાગદોડથી દૂર રહેવું: આરોગ્ય મંત્રી
હાલ રાજ્યમાં હાર્ટએટેકની ઘટના વધી રહી છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં સતત હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મહત્વનું નિવેદન આપ્યું છે. સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસ અંગે તેમણે કહ્યું કે, જેમને પણ કોવિડની ગંભીર અસર થઇ હોય તેમને સખત મહેનતથી દૂર રહેવું જોઇએ.
એક કાર્યક્રમ માટે ભાવનગર પહોંચેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ICMR હમણાં એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
આ સાથે જ મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય. છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા પણ વરિષ્ઠ ડૉક્ટોરની એક ટીમ બનાવી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટના વધી
તેમજ જો ગુજરાતમાં નવરાત્રી દરમિયાન અનેક લોકોને હાર્ટ એટેકની ફરિયાદો જોવા મળી હતી. નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકના કારણે 36 લોકોના મોત થયા છે જ્યારે તેનાથી સંબંધિત કુલ 766 કેસ નોંધાયા છે. જેના કારણે પણ લોકોમાં ચિંતાનો વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.