- બે બ્રિજના ગમે તે સમયે તૂટી શકે છે:અરજદાર
- ગુજરાત હાઇકોર્ટ સરકાર પાસે માંગ્યો ખુલાસો
- ભગવંતસિંહજી સમયમાં બંધાયેલા બે બ્રિજ જર્જરીત હાલતમાં
મોરબી જેવી હોનારત થાય તો જવાબદાર કોણ આ મુદ્દા પર રાજ્યના બે હેરિટેજ બ્રિજ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ગોંડલના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બ્રિજની રિપેરિંગની જરૂરિયાત હોવા છતાં બ્રિજ ચાલુ હોવાની ગુજરાત હાઈકોર્ટે કબૂલાત કરાઈ છે.
આ અંગે અરજદારને જણાવ્યું કે, બે બ્રિજના ગમે તે સમયે તૂટી શકે છે. પાલિકાએ બ્રિજના રિપેરિંગ માટે આર્થિક તંગી હોવાનું પણ હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે. આ મુદ્દે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો. હાઈકોર્ટના સવાલનો નગરપાલિકાએ જવાબ આપતા કહ્યું હતું કે,બ્રિજ 2 સ્ટેટ હાઈવેને જોડે છે, રિપેરિંગ માટે ઉપર જાણ કરી છે.
તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકારને પણ જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવી વધુ સુનાવણી આવતીકાલે બપોર બાદ નિયત કરી છે. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી બ્રિજ ધરાશાયી થવાના મામલા સામે આવે છે, ત્યારબાદ તે મામલે કડક એક્શન લેવાય છે. ત્યારે વધુ એક જર્જિરિત બ્રિજનો મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે ગંભીરતા સમજીને જે સમગ્ર મામલે વધુ સુનાવણી 3 નવેમ્બરે હાથ ધરશે તેમજ આ મામલે સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે.