- વર્ષ 2022માં સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો હુનો
- પાસપોર્ટ એક્ટ મુજબ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો
- આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવી આપતા હતા
હાલમાં ફ્રાન્સમાંથી આખી ફ્લાઈટ પકડાવાની ઘટના બાદ પોલીસ વિભાગ સક્રિય થયું છે. જેમાં હવે કબુતરબાજી કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ મામલે સ્ટેટ મોનિટરીંગ સેલ-SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા છે, સાથે જ આ આરોપીઓની માહિતી આપનારને માટે ઇનામની પણ જાહેરાત કરી છે.
આ 6 આરોપીઓની માહિતી આપનાર વ્યક્તિને દરેક માટે રૂ.25000/-નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવી આપતા હતા. જેની સાથે જ તમામ આરોપી વર્ષ 2022થી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેની સાથે જખબર આપનારને આરોપી દીઠ 25 હજાર ઇનામ અપાશે તેવી માહિતી આપી છે.
આરોપીઓની વિગત આ પ્રમાણે છે :
- રજની ઉર્ફે સન્ની દિનકરભાઇ પટેલ, રહે. કેલીયા-વાસણા, મોટો ભાગ, રામજી મંદિર પાસે, તા.ધોળકા જિ.અમદાવાદ.
- રાકેશ રાય ઉર્ફે રોબોર્ટ, રહે. 72, પામ એપાર્ટમેન્ટ, સેક્ટર-06, દ્વારકા, ન્યુ દિલ્લી.
- બિપિન સોમાભાઈ દરજી, રહે. સી/18, આસ્થા નિવાસ બંગ્લોઝ, કાશી વિશ્વનાથ મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા. મુળ રહે. ગામ આખજ, તા.જિ.મહેસાણા.
- અમનદીપ અમરજીત સિંઘ, રહે. બી-189 ફતેહનગર, ન્યુ દીલ્હી
- પંકજ શંકરલાલ પટેલ, 35 વાત્સલ્યા વાટીકા, બુડાસણ રોડ, કડી, તા. કડી, મહેસાણા
- ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખ, 704/એ, શેફર્ડ રેસીડન્સી, મીઠાનગર, ગોરેગાઉ વેસ્ટ, મુંબઈ


