મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલા ભવ્યાથી ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને જયરામગીરી બાપુ નું મહત્વ નિવેદન સામે આવ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 ફેબ્રુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારત પરથી સંતો માનતો જોડાશે તેમજ રાજકીય આગેવાનો પણ જોડાશે તા. 16 થી 22 વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તો ઉઠે તેવી શક્યતા છે. વાળીનાથ મંદિર તરફ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે. પૂ. બળદેવગીરી મહારાજ નું સ્વપ્ન વાળીનાથ ભગવાનનું મંદિર બની રહ્યું છે. સોમનાથ બાદ બીજા નંબરના આ શિવધામમાં 1 લાખ 45 હજારથી પણ વધુ ઘનફૂટ પથ્થર વપરાયા છે. અથાગ દસ વર્ષની મહેનત બાદ આ મંદિર પૂર્ણ થઈ રહ્યું છે.


