By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    12 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અબુધાબીમાં PM Modiને ગાર્ડ ઓફ ઓનર, UAE પ્રમુખનો માન્યો આભાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અબુધાબીમાં PM Modiને ગાર્ડ ઓફ ઓનર, UAE પ્રમુખનો માન્યો આભાર

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:39 AM
2 years ago
Share
અબુધાબીમાં PM Modiને ગાર્ડ ઓફ ઓનર, UAE પ્રમુખનો માન્યો આભાર
SHARE

  • સંયુક્ત આરબ અમીરાતના બે દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી
  • UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને કર્યું સ્વાગત
  • અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAEના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ હાલ અબુ ધાબી પહોંચી ગયા છે. જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાન મોદી UAE બાદ કતારની પણ મુલાકાત લેશે. તો સાથે સાથે આવતીકાલે અબુધાબીમાં અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે. પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. ભારત અને UAEના મૈત્રી સંબંધોને લઈને આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા છે. 2015 બાદ PM મોદી સાતમી વખત UAEનો પ્રવાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક કરી છે.

ટૂંક સમયમાં પીએમ મોદી પહોંચશે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ

આજે UAEના અબુધાબી ખાતે આવેલ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે UAE સરકાર દ્વારા ‘અહલાન મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે. ત્યારે, પીએમ મોદીના સ્વાગત પહેલા હજ્જારોની સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે અને મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. 

UAE પ્રેસિડેન્ટનો માન્યો આભાર 

અબુ ધાબી ખાતે UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આભાર માનતા કહ્યું હતું કે તમારો આભાર કે મારા નિમંત્રણ પર તમે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માંટે મારા વતન ગુજરાત આવ્યા. તમે આ ઈવેન્ટને નવી ઉંચાઈ પર લઈ ગયા છો અને વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધી છે…

UAEમાં પણ UPI RuPayની સેવાની શરૂઆત

શ્રીલંકા અને સિંગાપોર બાદ પીએમ મોદીએ અબુ ધાબીની મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે UAEમાં પણ UPI RuPay card serviceની શરૂઆત કરાવી છે.

UAE પ્રમુખને કહ્યું ભાઈ

UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ભાઈ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, મારો ભાઈ અમે પણ ખુશ છીએ કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ કરી છે. હું માનું છું કે G20 દેશો માટે આ એક મોટા સમાચાર હશે કે ભારત અને UAE આ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યા છે.

મહત્વના MoU પણ થવાની શક્યતા

આ પ્રવાસમાં તેઓએ અહલાન મોદી કાર્યક્રમ પહેલા પ્રવાસી ભારતીયોને લઈને પણ વાત કરી છે. આવતીકાલે પીએમ મોદી અબુધાબીમાં હિંન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ સાથે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. અહીં PM દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. 2015 બાદ PM મોદીનો સાતમી વખત UAE પ્રવાસે છે. આ સમયે તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક પણ કરશે.

BAPS મંદિર નિર્માણને લઈને કહ્યા ધન્યવાદ

UAE પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સ્વામિનારાયણ મંદિરને લઈને પણ તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમારા સહકાર વગર મંદિરનું નિર્માણ શક્ય ન હતું. મહત્વનું છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

અબુધાબીમાં પ્રવાસી ભારતીયોએ લગાવ્યા ‘મોદી મોદી’ના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીની હોટલમાં પહોંચી ગયા છે. હોટલ ખાતે પ્રવાસી ભારતીઓ મોટી સંખ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે એકઠા થઈ ગયા હતા. પીએમ મોદીના હોટલ પહોંચતાની સાથે જ પ્રવાસી ભારતીયોએ ‘મોદી-મોદી’, ‘મોદી હૈ તો મુમકિન હૈ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ

મુલાકાત પહેલા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને ભારતીય ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે આજે અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં UAEમાં ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવા આતુર છે.

PM મોદી UAEમાં ભારતીયોને મળવા આતુર

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી, UAEમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે રહેવાની રાહ જોઈ રહ્યા છીએ! આ યાદગાર પ્રસંગ માટે અમારી સાથે જોડાઓ.” ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાન છતાં પણ UAEમાં PM મોદીને મળવા માટે ભારતીય સમુદાયનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. અત્યાર સુધીમાં, ‘અહલાન મોદી’ ઇવેન્ટની પૂર્વસંધ્યાએ પૂર્ણ-ગ્રાઉન્ડ રિહર્સલ અને સ્વયંસેવક બ્રીફિંગમાં ભાગ લેવા માટે 2,500 થી વધુ લોકોએ ભારે વરસાદનો સામનો કર્યો હતો. PM મોદી મંગળવારે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ: 13 ફેબ્રુઆરીનું સંભવિત સમયપત્રક

  • PM મોદી સાંજે 4 વાગે અબુધાબી પહોંચશે.
  • અબુધાબીમાં સાંજે 4 થી 5:30 દરમિયાન દ્વિપક્ષીય મંત્રણા થશે.
  • રાત્રે 8 થી 9.30 વાગ્યા સુધી અહલાન મોદી સમુદાયનો કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાજર રહેશે.

ફેબ્રુઆરી 14 શેડ્યૂલ

  • અબુધાબીમાં સવારે 9.20 કલાકે વિદેશ મંત્રાલયની બ્રિફિંગ યોજાશે.
  • પીએમ મોદી બપોરે 1.50 થી 2.10 દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે.
  • સાંજે 6 થી 9 વાગ્યા સુધીના કાર્યક્રમમાં PM મોદી UAE ના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
  • 14 ફેબ્રુઆરીએ PM મોદી કતારની રાજધાની દોહાની મુલાકાત લેશે

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ માહિતી આપી છે કે, 14 ફેબ્રુઆરીએ UAEની મુલાકાત પૂર્ણ કર્યા બાદ PM મોદી 14 ફેબ્રુઆરીએ બપોરે કતારની રાજધાની દોહા જશે. મુલાકાત દરમિયાન PM મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અને વરિષ્ઠ મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત હશે. વિદેશ સચિવે માહિતી આપી છે કે ભારત અને કતાર વચ્ચેનો મજબૂત દ્વિપક્ષીય વેપાર હાલમાં 20 અબજ ડોલરનો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
રાજકોટ

ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં

Editor By Editor 5 days ago
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?