- કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણી
- વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી
- વડાપ્રધાનના હસ્તે આજે હેરિટેજ ટ્રેનની શરૂઆત કરાશે
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં ગઇકાલે અંબાજી ખાતે મંદિરે દર્શન પૂજા કરી હતી. તથા મહેસાણાના ખેરાલુમાં જંગીસભાને સંબોધીત કરી રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તથા આજે સરદાર જયંતી છે. તેથી કેવડિયા ખાતે PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી છે. કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણી થઇ રહી છે.
કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી
વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે. જેમાં PM મોદીએ કેવડિયા પહોંચી પહેલા સરદારને પુષ્પાંજલિ અર્પી છે. જેયાં કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. PM મોદી એકતા પરેડમાં પહોચ્યા છે. PM મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડની શરૂઆત થઇ છે. કેવડિયાથી વળતાં વડોદરામાં PM મોદીનો જૂજ મિનિટનો હોલ્ટ છે. તથા પરેડમાં પાંચ ભાજપ શાસિત રાજ્યોની પોલીસ સામેલ થઇ છે. સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવશે.
સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા
વડાપ્રધાન મોદી બપોરે 1:10 કલાકે વડોદરા એરપોર્ટ ઉપર આવી ત્યાં માત્ર 10-15 મિનિટના રોકાણ બાદ તુર્ત જ સ્પેશિયલ એરક્રાફ્ટ મારફત પરત જવાના છે. તેઓ આજે અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 8 વાગે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એકતા દિનના કાર્યક્રમોમાં સામેલ થયા છે. જ્યાં તેઓ અર્ધ લશ્કરી દળો તથા ભાજપશાસિત પાંચ રાજ્યોની પોલીસ દ્વારા યોજાનારી પરેડની સલામી પણ ઝીલી છે. તથા દેશની એકતાના સંદર્ભમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા છે. તેઓના જાહેર પ્રવચન માટે કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિરૂપ કિલ્લો ઊભો કરાયો છે. એકતાનગર ખાતેથી તેઓ રૂ.196 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થનારી સાપ્તાહિક હેરિટેજ ટ્રેનનો પ્રકલ્પ પણ સામેલ છે. બાદ તેઓ ત્યાંથી બપોરે 1:10 કલાકે તેમના છેલ્લા રોકાણ સ્થાને વડોદરા પહોંચવાના છે.
વડાપ્રધાનના હસ્તે આજે હેરિટેજ ટ્રેનની શરૂઆત કરાશે
SOU ખાતે PM મોદીના હસ્તે હેરિટેજ ટ્રેન શરૂ થવાની છે. આ હેરિટેજ ટ્રેનમાં ત્રણ કોચ છે, જેમાં 144 પ્રવાસીઓબેસી મુસાફરી કરી શકશે. અમદાવાદથી આ ટ્રેન દર રવિવારે સવારે 6.10 કલાકે ઉપડશે અને 9. 50 કલાકે કેવડિયા આવશે અને રાત્રિના 08:35 કેવડિયાથી ઉપડી અને 12:05 કલાકે પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડશે. આ ટ્રેનની ખાસીયત એ છે કે તેને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સપ્તાહમાં એક દિવસ આ ટ્રેન દોડશે. ત્યારે પ્રવાસીઓ માટે બેસવાની સીટની અલગ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.