- સુરતથી વારાણસી પહોંચ્યા પીએમ મોદી
- આવતીકાલે કરશે 18 કલાકની રોડ યાત્રા
- કરખિયાવમાં જાહેર સભાને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાત પૂર્ણ કરીને આજે મોડી રાત્રે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસી પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીના સ્વાગતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી પોતાના વારાણસી પ્રવાસમાં 18 કલાકના પ્રવાસમાં બનારસના રસ્તાઓ પર 60 કિલોમીટરની યાત્રા કરાશે. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ ચોપર દ્વારા BHU હેલીપેડથી એરપોર્ટ પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ 18 કલાકમાં 60 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરશે. 22મી ફેબ્રુઆરીએ એરપોર્ટથી રોડ માર્ગે બારેકા ગેસ્ટ હાઉસ પહોંચશે. ત્યારબાદ, પીએમ મોદી બીજા દિવસે BHU અને સીરગોવર્ધનના કાર્યક્રમોમાં પણ રોડ માર્ગે જશે. તો, પીએમ મોદી કરખિયાવ જાહેર સભા સ્થળ સુધી પહોંચવા માટે હવાઈ અને રોડ માર્ગોનો ઉપયોગ કરશે. પીએમ આર્મીના હેલિકોપ્ટરમાં BHU હેલિપેડથી એરપોર્ટ જશે અને ત્યાંથી રોડ માર્ગે કારખિયાંવ પહોંચશે.


