- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની લેશે મુલાકાત
- 8-10 જુલાઈ 2024ના રોજ PMનો વિદેશ પ્રવાસ
- 23મી વાર્ષિક શિખર બેઠકમાં PM આપશે હાજરી
છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતની ચર્ચા થઈ રહી હતી. હવે વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, PM મોદી રશિયાના પ્રવાસ પર જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8-10 જુલાઈ 2024 ના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે. વડા પ્રધાન રશિયન ફેડરેશનના પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે મોસ્કોમાં હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 10 જુલાઈ સુધી રશિયા અને ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી 8 અને 9 જુલાઈના રોજ મોસ્કોમાં હશે જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. મોદી 9 અને 10 જુલાઈના રોજ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં રહેશે. છેલ્લા ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. ઈન્દિરા ગાંધી વર્ષ 1983માં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન હતા.
બંને દેશો હાલમાં તેમના દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા ભારતમાં સ્ટાર્ટઅપ, હાઇટેક અને એજ્યુકેશન સેક્ટરમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સંશોધન અને વિકાસ પર ભાર મૂકવાની સાથે, ઑસ્ટ્રિયાએ અદ્યતન ઉત્પાદન, નવીનીકરણીય ઉર્જા અને માહિતી તકનીક જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે પર્યાપ્ત પગલાં લીધાં છે.


