- FIVE GLOBAL CEO સાથે PM મોદીની બેઠક
- મોઝામ્બિકના PM સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે
- અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે
PM નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. જેમાં આજે PM મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. તેમાં PM મોદી 9.20 કલાકે મહાત્મા મંદિર પહોંચશે. તથા ટીમોરલેસ્તેના PM સાથે PM મોદીની બેઠક છે. FIVE GLOBAL CEO સાથે PM મોદીની બેઠકનું આયોજન થયુ છે.
મોઝામ્બિકના PM સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે
મોઝામ્બિકના PM સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે. તથા 1.15 વાગ્યા સુધી PM મોદી મહાત્મા મંદિરે જ રોકાશે. અને 1.15 બાદ રાજભવન માટે રવાના થશે. તથા 3 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત કરાવશે. જેમાં એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે. PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે. 5.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ PM મોદી પહોંચશે. UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે.
અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે
અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે. બંને દેશના વડા એરપોર્ટથી ગાંધીનગર માટે રવાના થશે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ શો પણ કરશે. હોટલ લીલામાં UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન છે. તથા બેઠકમાં કેટલાક મહત્વના MOU થાય તેવી શક્યતા છે. બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે. 9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે.
સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું
રાજ્યના મહત્વના એવા ગુજરાત વાઈબ્ર્ન્ટ સમિટ માટે વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે. આજે ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે જેની સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સુરક્ષાની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.


