- ચીને ભારત સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
- તાઈવાનનો ડ્રેગન પર વળતો પ્રહાર કર્યો
- ભારત સાથેના સંબંધો પર તાઈવાનનો ચીનને કડક સંદેશ
તાઈવાન અને ભારત વચ્ચે સંદેશાઓની આપ-લેને લઈને ચીને ટીકા કરી હતી. આના પર દ્વીપ રાષ્ટ્રએ હવે ડ્રેગન પર વળતો પ્રહાર કર્યો છે. તાઈવાનના નાયબ વિદેશ મંત્રી ટીએન ચુંગ-ક્વાંગે કહ્યું કે, આપણા રાષ્ટ્રપતિ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનથી ડરતા નથી. ચીનના વિદેશ મંત્રાલયે પીએમ મોદી અને તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે વચ્ચે સંદેશાઓની આપ-લે પર વાંધો ઉઠાવ્યો હતો. દ્વીપ રાષ્ટ્રે મોદીને ભારતમાં 2024ની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારત અને તાઈવાન વચ્ચે મજબૂત સંબંધોની વાત પર ચીનની ટીકા અંગે તાઈવાનના નાયબ વિદેશ મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર તેમને કહ્યું, ‘મને લાગે છે કે પીએમ મોદી અને અમારા રાષ્ટ્રપતિ ડરશે નહીં.’
ચીને ભારતનો વિરોધ કર્યો
ચીને ભારતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નવી દિલ્હીએ તાઈવાનના અધિકારીઓની રાજકીય ચાલનો વિરોધ કરવો જોઈએ. ડ્રેગન મુજબ તાઈવાન તેનો વિદ્રોહી અને અભિન્ન પ્રાંત છે. તે મેઈન લેન્ડ સાથે ફરી જોડાણ હોવું જ જોઈએ, ભલે બળપૂર્વક જ કેમ ન થાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, ‘સૌ પ્રથમ તો તાઈવાન ક્ષેત્રમાં કોઈ રાષ્ટ્રપતિ નથી. ચીન તાઈવાનના અધિકારીઓ અને ચીન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા દેશો વચ્ચેના તમામ પ્રકારના સત્તાવાર વાતચીતનો વિરોધ કરે છે. વિશ્વમાં માત્ર એક ચીન છે અને તાઈવાન એ ચીનના પ્રજાસત્તાકનો અવિભાજ્ય ભાગ છે. તેમને કહ્યું કે એક-ચીન સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંપૂર્ણ રીતે પ્રાપ્ત માપદંડ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેના પર સર્વસંમતિ છે.
અભિનંદન સંદેશમાં શું કહેવામાં આવ્યું?
પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તાઈવાન સાથે ગાઢ સંબંધો બનાવવા ઉત્સુક છે. મોદીએ આ ટિપ્પણી લોકસભા ચૂંટણીમાં મળેલી જીત પર તાઈવાનના રાષ્ટ્રપતિના અભિનંદન સંદેશમાં કરી હતી. તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ મોદીને અભિનંદન આપતાં પોસ્ટ કર્યું, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત બદલ મારા હાર્દિક અભિનંદન. અમે ઝડપથી વિકસતી તાઈવાન-ભારત ભાગીદારીને વધુ આગળ લઈ જવા, વેપાર, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તરણ કરવા માટે આતુર છીએ. આ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવામાં આવશે. મોદીએ આ અભિનંદનના જવાબમાં પોસ્ટમાં કહ્યું, ‘લાઈ ચિંગ-તે, તમારા ભાવભર્યા સંદેશ માટે આભાર. હું તાઈવાન સાથે પારસ્પરિક રુપથી લાભકારી આર્થિક અને તકનીકી ભાગીદારી દિશામાં કામ કરતી વખતે અને અધિક ગાઢ સંબંધોની આશા રાખું છું.’


