ભારતના વડાપ્રધાન પીએમ મોદીનો દબદબો અમેરિકામાં યથાવત જોવા મળ્યો છે.ભારત પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા મસમોટા ટેરિફ બાદ સંબંધોમાં થોડી ખટાશ આવી હતી, હવે તેને સુધારવા માટે ભારત સામે નતમસ્તક થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સુપરક્લબમાં ભારતને મુખ્ય શક્તિ તરીકે સામેલ કરવા માંગે છે. આ દાવો અમેરિકન પ્રકાશન ‘પોલિટિકો’ની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ સુપર ક્લબમાં ભારત-અમેરિકા સિવાય રશિયા, ચીન અને જાપાનને સામેલ કરવાની વાત કરવામાં આવી છે.
ભારત સિવાય ચીન અને રશિયા સાથે પણ સંબંધ સુધારશે
ટ્રમ્પના આ પ્લાનથી એ સ્પષ્ટ થાય છે કે તે ભારતની સાથે સાથે ચીન અને રશિયા સાથે ફણ પોતાના સંબંધોમાં સુધારો કરવા ઇચ્છે છે. જેથી કરીને એશિયામાં અમેરિકાએ ગુમાવેલી ઇમેજ પાછી મેળવી શકે. ભારત, રશિયા તેમજ ચીન જેવા દેશોની સાથે દુશ્મની ઓછી કરી શકે.
પોલિટિકોના રિપોર્ટમાં શેનો ઉલ્લેખ?
પોલિટિકલ રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ એક નવો “C 5 સુપરક્લબ ” બનાવવાનુ વિચારી રહ્યા છે. જેમાં રશિયા, અમેરિકા, ચીન, ભારત અને જાપાનનો સમાવેશ થશે.તે વર્તમાન યુરોપ-પ્રભુત્વ ધરાવતા G7 અને અન્ય લોકતંત્ર આધારિત દેશોના સમૂહોને સાઇડમાં રાખશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, યુએસ પ્રકાશન પોલિટિકોએ આ અહેવાલ આપ્યો છે.
ટ્રંપનો હેતુ શું છ?
રિપોર્ટ મુજબ આ નવી સંસ્થાનો હેતુ એવો મુખ્ય શક્તિઓનો જૂથ બનાવવાનો છે, જે G7ની આ શરતોમાં બંધાયેલો ન હોય કે સભ્ય દેશ સમૃદ્ધ અને લોકશાહી ધરાવતા હોવા જોઈએ. આ વ્યૂહરચનામાં સૂચિત ‘કોર ફાઈવ’ (C5)માં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાન સામેલ છે , એટલે કે તે દેશો જેઓની વસ્તી 10 કરોડથી વધુ છે. આ પણ G7ની જેમ નિયમિત રીતે શિખર સંમેલન કરશે.
આ પણ વાંચોઃ જાપાનની ધરા ફરી ધ્રૂંજી! ભૂકંપ આવતા જ આકાશમાં દેખાયો રહસ્યમયી પ્રકાશ, જુઓ VIDEO


