પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 11 ડિસેમ્બર, 2025ના રોજ તેમના નિવાસસ્થાને NDA સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. સાંસદો અહીંથી 7 કિમી દૂર બસોમાં જૂથોમાં પહોંચ્યા હતા. આ રાત્રિભોજન તાજેતરની બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય પછી યોજાયું હતું. જેમાં ગઠબંધને 243 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 202 બેઠકો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે એનડીએની એક 8 ડિસેમ્બરે એક બેઠક મળી હતી જેમાં પીએમ મોદીએ બિહારના NDA નેતાઓને લોકોના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા વિનંતી કરી હતી.
વિવિધ રાજ્યોની ફેમસ વાનગી પિરસાઇ ડીનરમાં
ગુરુવારે રાત્રે પીએમ મોદીના નિવાસસ્થાને એનડીએ સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને એનડીએ સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક ટેબલ પર જઇને વ્યક્તિગત રીતે બધા સાંસદોના ખબરઅંતર પૂછ્યા. એટલું જ નહીં ભોજનની સાથે તેમણે ભારતની વિકાસ યાત્રાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સૂત્રો કહે છે કે પીએમ મોદીના નિવાસસ્થાને રાત્રિભોજનમાં દરેક રાજ્યની ફેમસ વાનગી ચોક્કસપણે પીરસવામાં આવી હતી. તો ચાલો જાણીએ કે પીએમ મોદીના નિવાસસ્થાને એનડીએ સાંસદોએ કઈ વાનગીઓનો સ્વાદ ચાખ્યો.
રાત્રિ ભોજનમાં કઇ વાનગીઓ પિરસાઇ
- બંગાળી રસગુલ્લા
- આદુ સાથે નારંગીનો રસ
- દાડમનો રસ
- શાકભાજી બદામ શોરબા: મોસમી શાકભાજી, બદામ અને મસાલા
- કાકુમ માતર અખરોટ શમ્મી: લીલા વટાણા અને વાટેલા અખરોટ સાથે ફોક્સટેલ બાજરીની તળેલી ટિક્કી
- કોથિમ્બીર વડી: ધાણાના પાન અને ચણાના લોટથી બનેલ સ્વાદિષ્ટ નાસ્તો
- ગોંગુરા પનીર: સોરેલના પાન સાથે મસાલેદાર પનીર
- જરદાળુ મલાઈ કોફ્તા: જરદાળુથી ભરેલા ડમ્પલિંગ, એક સમૃદ્ધ, ક્રીમી કાજુ કરીમાં
- ગાજર મેથી મટર: લાલ ગાજર અને તાજા વટાણા મેથીના પાન સાથે ભેળવવામાં
- ભીંડી સંભારિયા: તલ, મગફળી અને ગોળ સાથે ભીંડા
- પાલકુરા પપ્પુ: આંધ્ર-શૈલીની દાળ તડકા પાલક સાથે
- કાલે મોતી ચિલગોઝા પુલાવ: કાળા ચણા અને પાઈન નટ્સ સાથે બાસમતી ચોખા
- વિવિધ પ્રકારના ભારતીય બ્રેડ: રોટલી/મિસ્સી રોટલી/નાન/તવા લચ્છા પરાઠા
- બેક્ડ પિસ્તા લોંગચા: પિસ્તાની એક મિઠાઇ
- આડા પ્રદાનમ: ચોખાના લોટ, ગોળ અને નારિયેળના દૂધમાંથી બનાવેલી ખીર, સૂકામેવા
- તાજા ફળ.
- કાહવા
બેઠક વ્યવસ્થા કેવી હતી?
સૂત્રોના જણાવ્યા અનુસાર NDA સાંસદોના રાત્રિભોજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ટેબલ પર મુલાકાત લીધી હતી. તેમણે દરેકના હાલ ચાલ પૂછ્યા અને સ્નેહભેર ભોજન કરાવ્યું. રાત્રિભોજનમાં બેઠક વ્યવસ્થા એવી હતી કે એક ટેબલ પર છ લોકો બેઠા હતા,જેમાં પાંચ સાંસદો અને એક મંત્રીનો સમાવેશ થતો હતો. વિવિધ રાજ્યોના સાંસદોને અલગ-અલગ ટેબલ પર બેસાડવામાં આવ્યા હતા જેથી તેઓ એકબીજાને જાણી શકે અને વાતચીત દ્વારા એકબીજા વિશે વધુ શીખી શકે.
પીએમ મોદીએ ટ્વિટર પર વ્યક્ત કર્યો આનંદ
NDA સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કર્યા પછી PM મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે આજે સાંજે NDA સાંસદોને હોટેલ નંબર 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાત્રિભોજન માટે આમંત્રણ આપવાનો ખૂબ આનંદ થયો. NDA પરિવાર સુશાસન, રાષ્ટ્રીય વિકાસ અને પ્રાદેશિક આકાંક્ષાઓ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સાથે મળીને આપણે આવનારા વર્ષોમાં આપણા રાષ્ટ્રના વિકાસ માર્ગને મજબૂત બનાવવાનો પ્રયાસ ચાલુ રાખીશું.
આ પણ વાંચો-Shani Dev: ઉતરી ગઇ શનિની સાડાસાતી, 2026માં આ રાશિના શરૂ થશે અચ્છે દિન


