વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના એક અગ્રણી અને યુવા નેતા નિતિન નબીનની કામગીરીની પ્રશંસા કરતાં તેમને એક્સ (X) પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. PM મોદીએ નિતિન નબીનને એક મહેનતુ કાર્યકર્તા અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાવ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં નિતિન નબીનના રાજકીય સફર અને કાર્યશૈલીને વખાણી હતી. તેમણે લખ્યું હતું કે “નિતિનજી એક મહેનતુ કાર્યકર્તા અને યુવાન નેતા છે. તેઓ બિહારના રાજકારણમાં MLA અને મંત્રી તરીકે એક પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે.”
નિતિનજી એક મહેનતુ કાર્યકર્તા : PM
PM મોદીએ તેમના જનતાલક્ષી અભિગમની પ્રશંસા કરતાં વધુમાં જણાવ્યું હતું કે નિતિન નબીને હંમેશા લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે. વડાપ્રધાને વ્યક્તિગત ગુણો પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે નિતિન નબીન તેમના નમ્ર સ્વભાવ માટે સમગ્ર પક્ષમાં અને જનતા વચ્ચે જાણીતા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નિતિન નબીન જેવા યુવા અને સમર્પિત નેતાઓ આગામી સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહેશે.
તેઓ તેમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે : PM
વડાપ્રધાન તરફથી આ પ્રકારે જાહેર મંચ પર શુભેચ્છાઓ અને પ્રશંસા મળવાથી બિહારના રાજકારણમાં નિતિન નબીનનું કદ અને મહત્ત્વ વધુ વધી ગયું છે. આ પોસ્ટ તેમના ઉત્સાહ અને કામગીરીને પ્રોત્સાહિત કરનારી સાબિત થઈ છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પ્રશંસા પક્ષની અંદર તેમના ભવિષ્યની મોટી ભૂમિકા તરફ ઈશારો કરે છે.


