- UAEની રાજધાની અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં PMનું સંબોધન
- “ભારત-UAE વચ્ચેના વિકાસ અને મિત્રતાને મજબૂત કરવાનું ચાલુ રાખો”
- “ભારત પ્રત્યેની લાગણી અને UAEના ઉજ્જવળ ભવિષ્ય માટેનું વિઝનનું ઉદાહરણ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના UAE પ્રવાસ પર છે. જ્યાં PM એ UAEની રાજધાની અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. PM મોદીએ કહ્યું કે આજે ભારત અને UAE મળીને 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે. આજે ભારતની ઓળખ નવા વિચારો અને નવી શોધ દ્વારા બનાવવામાં આવી રહી છે. આજે ભારત એક વાઇબ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. તમે બધા જાણો છો કે ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. તમને પણ આનો ફાયદો થઈ શકે છે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
આ પહેલા PM મોદીએ અબુ ધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહયોગ માટે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાન UAE પહોંચ્યા કે તરત જ બંને નેતાઓએ વિસ્તૃત વાતચીત કરી. PMએ કહ્યું કે અબુ ધાબીમાં BAPS મંદિર એ રાષ્ટ્રપતિની ભારત પ્રત્યેની લાગણી અને UAEના ઉજ્જવળ ભવિષ્ય માટેના તેમના વિઝનનું ઉદાહરણ છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મુરીખાહમાં સ્થિત BAPS હિન્દુ મંદિર લગભગ 27 એકર વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે અને તેનું નિર્માણ કાર્ય 2019 થી ચાલી રહ્યું છે.
UAEમાં “અહલાન મોદી” ઇવેન્ટમાં PMનું સંબોધન
ભારત અને UAE મળીને 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે. આ માટે તમે બધાનો ખૂબ મોટો ટેકો છે, તમે અહીં જે મહેનત કરી રહ્યા છો તેનાથી ભારતને પણ ઉર્જા મળી રહી છે. તમે બધા ભારત અને UAE વચ્ચેના વિકાસ અને મિત્રતાને મજબૂત કરવાનું ચાલુ રાખો.
UAEમાં ટૂંક સમયમાં UPI લોન્ચ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં આવશે. આ મારી ગેરંટી છે. તેમણે કહ્યું કે UPI ટૂંક સમયમાં UAEમાં લોન્ચ થવા જઈ રહ્યું છે.
મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી
મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને નંબર 3 અર્થતંત્ર બનાવવાની ખાતરી આપી છે. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. અમારી સરકાર લોકોનું જીવનધોરણ સુધારવા અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અમે પાંચ કરોડથી વધુ લોકોને કાયમી મકાનો આપ્યા.
‘UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે’: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીના ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. અમે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ. આપણો સંબંધ પ્રતિભાનો છે, નવીનતાનો છે, સંસ્કૃતિનો છે. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે.
‘વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે’: PM Modi
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દરેક ભારતીયનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. વિશ્વમાં જે દેશની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી રહી છે તે આપણું ભારત છે. વિશ્વનો કયો દેશ સ્માર્ટફોન ડેટાના વપરાશમાં નંબર વન છે? વિશ્વનો કયો દેશ છે. તે છે આપણો ભારત. જ્યાં, સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે, તે દેશ છે આપણો ભારત.
‘ભારત-UAE સમયની કલમથી વિશ્વના પુસ્તક પર ભવિષ્ય લખી રહ્યા છે’
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં અરબી ભાષામાં એક વાક્ય પણ કહ્યું હતું. જેનો તેમણે પાછળથી હિન્દી અર્થ સમજાવ્યો. તેણે કહ્યું, મેં અરબીમાં જે કહ્યું તે તમે સમજી શક્યા નહીં હોવ. મેં કહ્યું, ભારત અને UAE સમયની કલમથી વિશ્વના પુસ્તક પર સારા નસીબનો હિસાબ લખી રહ્યા છે. ભારત અને UAE વચ્ચેની મિત્રતા આપણી સમાન સંપત્તિ છે. વાસ્તવમાં, આપણે એક મહાન ભવિષ્યની શરૂઆતમાં છીએ. જરા વિચારો, કલમ, ચોપડી, હિસાબ, દુનિયા, જમીન, આ શબ્દો ભારતમાં કેટલી સરળતાથી બોલાય છે. આ શબ્દો ત્યાં કેવી રીતે પહોંચ્યા, તેઓ ગલ્ફ પ્રદેશમાંથી અહીં પહોંચ્યા છે. આપણા બંને દેશો વચ્ચેના સંબંધો સેંકડો વર્ષ જૂના છે. ભારત ઈચ્છે છે કે તે દિવસેને દિવસે વધુ મજબૂત બને.
‘ભારત-UAEની સમૃદ્ધિના સારથિ બની રહ્યા છે વિદ્યાર્થીઓ’
પીએમ મોદીએ કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે આ સમયે સેંકડો વિદ્યાર્થીઓ પણ સ્ટેડિયમમાં આવ્યા છે. આજે, UAEની ભારતીય શાળાઓમાં આવા 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, આ યુવા મિત્રો ભારત-UAEની સમૃદ્ધિના સારથિ બનવા જઈ રહ્યા છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદના સમર્થનથી, IIT દિલ્હીનો માસ્ટર કોર્સ ગયા મહિને જ અબુ ધાબીમાં શરૂ થયો છે. દુબઈમાં CBSEની ઓફિસ પણ ટૂંક સમયમાં ખુલવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદ કરશે.
ભારત-UAE સંબંધો વિશ્વ માટે મોડેલ
પીએમ મોદીએ ભારત UAEના સંબંધોના વખાણ કરતાં કહ્યું કે કોમ્યુનિટી અને કલ્ચરના મામલે ભારત અને UAEના સંબંધો સમગ્ર વિશ્વ માટે એક મોડલ છે.
‘અંતરીક્ષમાં પણ છવાઈ ભારત-UAE મિત્રતા’
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘હવે અબુ ધાબીમાં આ ભવ્ય દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો ઐતિહાસિક સમય આવી ગયો છે. ભારત-UAE મિત્રતા જમીન પર એટલી જ મજબૂત છે જેટલી અવકાશમાં પણ મજબૂત છે. હું આંતરરાષ્ટ્રીય અવકાશમાં સમય પસાર કરનાર પ્રથમ UAE અવકાશયાત્રીને અભિનંદન આપું છું.
10 વર્ષમાં આ મારી UAEની 7મી મુલાકાત: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષમાં UAEની આ મારી 7મી મુલાકાત છે. આજે ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ મને રિસીવ કરવા એરપોર્ટ પર આવ્યા હતા. આજે પણ તેની હૂંફ એવી જ હતી જેવી તેઓ પહેલીવાર આવ્યા ત્યારે હતી. આ જ તેમને ખાસ બનાવે છે. મને ખુશી છે કે અમને ભારતમાં ચાર વખત તેમનું સ્વાગત કરવાની તક પણ મળી. જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે રસ્તાની બંને બાજુ લાખો લોકો એકઠા થઈ ગયા હતા. તમે જાણો છો કે શા માટે, કારણ કે તેઓ UAEમાં જે રીતે તમારી સંભાળ રાખે છે, તમારી રુચિઓની ચિંતા કરે છે… તે ભાગ્યે જ જોવા મળે છે. તેથી તે બધા લોકો તેમનો આભાર માનવા માટે તેમના ઘરની બહાર આવી ગયા.
UAE રાષ્ટ્રોપતિનો માન્યો ખાસ આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આવું સ્વાગત તેમના સહકાર વગર સંભવ નથી.
ભારત-UAE દોસ્તી ઝિંદાબાદ: પીએમ મોદી
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ કહી રહી છે કે ભારત UAE દોસ્તી ઝિંદાબાદ. દરેક ક્ષણને જીવી લેવાની છે. આજે યાદો એકત્રિત કરવાની છે જે તમારી સાથે રહેશે. આ યાદો મારી સાથે પણ રહેવાની છે. આજે હું મારા પરિવારને મળવા આવ્યો છું.પીએમ મોદીએ કહ્યું કે તમારો અવાજ અબુ ધાબીનું આકાશ ચીરીને જઈ રહી છે. તમારો સમય કાઢીને અહી આવવા માટે તમારો આભાર.
હું દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું…
ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ યાદો મારી સાથે જીવનભર રહેવાની છે. મારા ભાઈઓ અને બહેનો, હું આજે મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું. સાગરની પેલે પાર, હું તમારા માટે દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું જે દેશમાં તમારો જન્મ થયો છે. હું 140 કરોડ ભારતીય ભાઈ-બહેનો તરફથી એક સંદેશ લઈને આવ્યો છું. આ સંદેશ છે કે ભારતને તમારા પર ગર્વ છે. તમે દેશનું ગૌરવ છો.
પીએમ મોદીને આવકારવા હજારો લોકો પહોંચ્યા ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ
આજે UAEના અબુધાબી ખાતે આવેલ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે UAE સરકાર દ્વારા ‘અહલાન મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે. ત્યારે, પીએમ મોદીના સ્વાગત પહેલા હજ્જારોની સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે અને મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે.
IIT દિલ્હી-અબુ ધાબીના વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT દિલ્હી-અબુ ધાબી કેમ્પસના વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે વાતચીત કરી. ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સહયોગમાં ન માત્ર એક નવા અધ્યાયની શરૂઆત છે, પરંતુ બંને દેશોના યુવાનોને પણ સાથે લાવે છે.
અયોધ્યા રામમંદિર પીએમ મોદી સિવાય સંભવ ન હતું: પ્રવાસી ભારતીય મહિલા
વડાપ્રધાન અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. પીએમ મોદીના આગમન પહેલા મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે. પીએમ મોદીને જોવા અને તેમનું સ્વાગત કરવા આવેલ એક પ્રવાસી ભારતીય મહિલાએ જણાવ્યું હતું કે તેઓ ખાસ દુબઈથી પીએમ મોદીને મળવા માટે આવ્યા છે. અને જો તેમને મળવાની તક મળશે તો તેમના માટે ભેટ સ્વરૂપે રામચરિતમાનસ લઈને આવ્યા છીએ. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ વડાપ્રધાન મોદી સિવાય શક્ય ન હતું. તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર.
વડાપ્રધાન મોદી UAE બાદ કતારની પણ મુલાકાત લેશે. તો સાથે સાથે આવતીકાલે અબુધાબીમાં અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે. પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. ભારત અને UAEના મૈત્રી સંબંધોને લઈને આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા છે. 2015 બાદ PM મોદી સાતમી વખત UAEનો પ્રવાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક કરી છે.


