- અકોટા વિસ્તારના ડાર્ક બાઈટ કાફેમાં ચાલતું કપલ બોક્ષ
- ડાર્ક બાઈટ કેફે 02ના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ
- કેફેના માલિક નિલોફર શેખ અને રૂપલ સોની વોન્ટેડ
રાજ્યમાં ગેરકાયદેસર સ્પાની સાથે વિવિધ સ્થાનો પર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તે પછી વડોદરામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર કપલ બોક્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં અકોટા વિસ્તાર માં કપલ બોક્ષ ચલાવનાર સામે કાર્યવાહી કરી છે.
આ અંગેની માહિતી અનુસાર, અકોટા વિસ્તારના ડાર્ક બાઈટ કાફેમાં ચાલતું કપલ બોક્ષ પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ના ચેકીંગ માં કપલ બોક્ષ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. અકોટા વિસ્તાર ના ડાર્ક બાઈટ કાફે 02 પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. કેફેની આડમાં કપલ બોક્સ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
જ્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ડાર્ક બાઈટ કેફે 02 ના મેનેજર સોહિલ અજમેરી ની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ ડાર્ક બાઈટ કેફેના માલિક નિલોફર શેખ અને રૂપલ સોની ને વોન્ટેડ જાહેર કરાયા છે. જે બંને હાલમાં પોલીસ પકડથી દૂર છે. એટલું જ નહીં રહેણાંક વિસ્તારમાં અકોટા ના સપ્તગીરી ફ્લેટ માં ચાલતું હતું ડાર્ક બાઈટ કેફે જ્યાં આ પ્રકારીન પ્રવૃત્તિ સામે આવી છે.