- CP જી.એસ.મલિકે ઘટના સ્થળની લીધી મુલાકાત
- સ્મિત ગોહિલ નામના યુવકે કર્યો હતો આપઘાત
- પૈસાની લેતીદેતીમાં મિત્રની હત્યા બાદ કર્યો હતો આપઘાત
અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યા થઇ છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર ગોળી મારી આપઘાતના કેસમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રિવરફ્રન્ટ પર પહોંચી છે. જ્યાં સ્મિત ગોહિલ નામના યુવકે આપઘાત કર્યો હતો. તથા પૈસાની લેતીદેતીમાં મિત્રની હત્યા બાદ આપઘાત કર્યો હતો.
શહેરમાં 24 કલાકમાં 3 હત્યા મામલે રિવરફ્રન્ટ પર CP આવ્યા
રિવરફ્રન્ટ પર મુલાકાત બાદ CPનું નિવેદન છે કે શહેરમાં 24 કલાકમાં 3 હત્યા મામલે રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં આપઘાત કર્યો છે. સ્મિત અને અન્ય આરોપીએ વિરમગામમાં હત્યા કરી હતી. તેમાં પકડાઈ જવાના ડરે સ્મિતે આપઘાત કર્યો છે. તેમજ શાહપુર અને વટવા મર્ડર કેસ ડિટેક્ટ થયો છે. તથા શહેરમાં 10 મહિનામાં 97 ગુના ડિટેક્ટ થયા છે. ત્યારે રિવરફ્રન્ટ પર પોલીસ ચોકી બનાવવા પ્રક્રિયા ચાલુ છે. તથા બંધ પડેલા CCTV કેમેરા ચાલુ કરાવા કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઇ ચિંતા
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઇ ચિંતાગ્રહ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ઘટના સામે આવી ચૂકી છે. સૌથી પહેલા અમદાવાદના દધીચિ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પાસે એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. જેમાં અત્મહત્યા હતી. જે મામલે પોલીસે જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સ્મિત ગોહિલ નામના યુવકની ઉંમર 24 વર્ષ હતી. જેને હૃદયના ભાગે ખૂબ જ નજીકથી દેશી કટ્ટા થી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતક શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે જે તેના પિતાને વ્યવસાયમાં મદદ કરતો હતો.
શાહપુરમાં અંગત અદાવતમાં હત્યા થઇ
બીજી તરફ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં સવારે હત્યાનો બનાવ બન્યો હતો. સવારના 9 ની આસપાસ અંગત અદાવતના કારણે એક હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિર્ઝાપુર કુરેશ હૉલ પાસે એક યુવાન પર ઉપરાંછાપરી ચપ્પૂના જેવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનામાં હત્યારા અને મૃતક વચ્ચે ધંધાકીય બાબતને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો અને આ અંગત અદાવતના કારણે સવારે હત્યારા આરોપીએ 25 વર્ષીય મોહમદ બિલાલની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. પોલીસે આ હત્યા મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.