પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે કલોલ પોલીસે છત્રાલ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના રીલનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી લીધો છે.ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો નફાખોરી માટે તેનું ગુપ્ત રીતે વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી.
છત્રાલ વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ
પોલીસે છત્રાલમાં દરોડો પાડીને કરણકુમાર રમેશભાઈ ભરથરી નામના ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 180 રીલ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે ₹36,000 જેટલી થાય છે. પોલીસે કરણકુમાર ભરથરી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ તંત્ર જોખમી ચાઇનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે સજ્જ છે.


