- એકસાથે 50 જગ્યા પર પોલીસે પાડ્યા દરોડા
- ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB પણ રેડમાં જોડાયા
- પોલીસે ગ્રાહકો અને મહિલાઓની અટકાયત કરી
સુરતમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર રેડ પાડવામાં આવી છે. જેમાં એકસાથે 50 જગ્યા પર પોલીસે દરોડા પાડ્યા છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB પણ રેડમાં જોડાયા છે. પોલીસે ગ્રાહકો અને મહિલાઓની અટકાયત કરી છે. તેમજ મહિલા સેલ , AHTU અને IVCAW ની ટીમો દ્વારા પણ રેડ કરવામાં આવી છે.
શહેર પોલીસના એક સાથે સ્પામાં દરોડા પાડ્યા
શહેર પોલીસના એક સાથે સ્પામાં દરોડા પાડ્યા છે. સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર રેડ પડી છે. જેમાં કુલ 50 કેસ સુરત શહેર પોલીસએ નોંધ્યા છે. શહેરમાં અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર SOG અને PCB રેડમાં જોડાઈ છે. તેમજ મહિલા સેલ, AHTU અને IVCAWની ટીમો દ્વારા પણ રેડ કરાઇ છે. મોડી રાત સુધી સુરત પોલીસની રેડ ચાલી હતી.
દિલ્હી, મુંબઈ, કોલકત્તા, સિમલાની ચાર લલનાને મુક્ત કરાવી
તાજેતરમાં સુરત પોલીસની સ્પા સામેની કાર્યવાહીને પગલે શહેરના ખૂણેખૂણે ફ્લેટમાં ફરી કૂટણખાના ધમધમતા થયા છે. સુરતના ઈચ્છાનાથમાં ભાડાના ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયા બાદ ઘોડદોડ રોડ, ખરવાસા રોડના ફ્લેટમાંથી વધુ બે કુટણખાના ઝડપાયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના IUCAW સેલે ઉમરા પોલીસની હદમાં ઈચ્છાનાથ નહેરુનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટના ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી દિલ્હી, મુંબઈ, કોલકત્તા, સિમલાની ચાર લલનાને મુક્ત કરાવી હતી.
ત્રીજા માળે ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડ્યું
IUCAW સેલે સંચાલક, મેનેજર, એજન્ટ, સહાયક અને ચાર ગ્રાહકોને ઝડપી કુટણખાનાના ત્રણ પાર્ટનર અને ફ્લેટ ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઉમરા પોલીસ મથકની હદમાં જ ઘોડદોડ રોડ પાસે રાજ ઘરાના જવેલર્સની પાછળ ધનરાજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડ્યું હતુ.