- ગમે તેવી આપત્તિ હોય કે તહેવાર હોય પોલીસ હંમેશા ખડેપગે રહે છે
- પોલીસ અને પરિવાર સાથે સરકાર હરહંમેશ સાથે છે:CM
- રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય પણ રહ્યા હાજર
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગરના કરાઈ ખાતે પોલીસ અકાદમીમાં પોલીસ સંભારણા-2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં પોલીસ સંભારણા દિવસ યોજાય છે. 21 ઓકટોબરે પોલીસ સંભારણા દિવસ ઉજવાય છે. આ દરમિયાન પોતાની ફરજ પર શહીદ થયેલા 671 પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.
આજના દિવસે રાજ્યના શહીદ પોલીસ જવાનોના માનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ સંભારણા દિવસ શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં યોજાય છે. આ દરમિયાન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીથી લઈ રાજ્ય DGP વિકાસ સહાય હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, આજના દિવસે 671 શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ છે. ગમે તેવી સ્થિતિ હોય કે કોઈ પણ આપત્તિ હોય પોલીસ ખડેપગે પોતાની ફરજ બજાવે છે. પોતાની જાતનો વિચાર કર્યા વગર પોલીસ બીજાની ચિંતા પહેલા કરે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિવિધ સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, આપત્તિ સમયે લોકોને સલામત સ્થળે ખસેડે છે. જે પણ એક ઉત્તમ કામગીરી છે. ગુજરાતમાં પોલીસના કારણે શાંતિ અને સલામતીની સ્થિતિ બની રહી છે. હાલની કોઈ પણ સ્થિતિમાં પોલીસ અને પરિવાર સાથે સરકાર હરહંમેશ સાથે છે.
જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જેની સાથે જ પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજ્ય DGP વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા. સંભારણા દિવસ પર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.