- જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આજથી આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ
- ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાને ગુજરાત સચિવાલ ફેડરેશને પણ ટેકો જાહેર કર્યો
- બેઠકમાંસરકાર તરફથી ઉપરોક્ત પ્રશ્ને કોઇ હકારાત્મક નિર્ણય નહી આવતા
રાજ્ય સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે આજથી આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજેપ્રથમ દિવસે સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મીઓ, અધિકારીઓ દ્વારા સકારાત્મક વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે કચેરીની સ્વચ્છતા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર નિતી નાબુદ કરવી, સાતમાં પગાર પંચના બાકી ભથ્થાઓ તેમજ રાહતદરે પ્લોટ ફાળવવા તેમજ બઢતીનો રેશિયો વધારવા જેવા અનેક પડતર પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. આ મામલે તાજેતરમાં ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી. જે બેઠકમાંસરકાર તરફથી ઉપરોક્ત પ્રશ્ને કોઇ હકારાત્મક નિર્ણય નહી આવતા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ટેકોજાહેર કરાયો હતો. આજથી આંદોલનનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા કચેરીની સ્વચ્છતા કરવામાં આવી હતી. આ પ્રકારનો કાર્યક્રમ આપી કર્મચારીઓએ સકારાત્મક વિરોધ પ્રદર્શન કર્યો હતો. કર્મચારીઓએ કચેરી સમયથી જ કચેરીની સ્વચ્છા કરી સ્વચ્છતાના ભાગરૂપે રેકર્ડ વર્ગીકરણ, બિનજરુરી કાગળોનો નાશ તેમજ શાખાઓની સફાઇ સહિતની પ્રવૃત્તિ કરી હતી. કર્મચારીઓએ આ સકારાત્મક વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.


