By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગર્ભાવસ્થા અને હૃદયરોગની સમસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

ગર્ભાવસ્થા અને હૃદયરોગની સમસ્યા

agragujaratnews
Last updated: 2023/10/07 at 1:40 PM
2 years ago
Share
ગર્ભાવસ્થા અને હૃદયરોગની સમસ્યા
SHARE

  • ગર્ભાવસ્થા દરમિયાન અચાનક હ્રદયરોગ થાય તો?
  • ગર્ભાવસ્થા ધારણ કરતાં પહેલા દર્દીનું હૃદયરોગનું સંપૂર્ણ એસેસમેન્ટ કરીને તેનું જોખમ સમજીને પછી જ ગર્ભાવસ્થાનો વિચાર કરવો જોઈએ

ખૂબ જ સીરિયસ હૃદયરોગ અને ગર્ભાવસ્થા હવે વધારે જોવા મળતાં નથી, કારણ કે આવા દર્દીઓનું લગભગ નિદાન થઈ ગયેલું હોય છે અને ગર્ભાવસ્થા નહીં રાખવાની સલાહ આપી હોય છે. છતાં પણ જ્યારે હૃદયરોગવાળો દર્દી ગર્ભાવસ્થા વિચારે છે ત્યારે દર્દીના માટે તથા આવનારા બાળક માટે પણ થોડુંક જોખમ વધી જાય છે એ દરેકે સમજી લેવું જોઈએ અને લગભગ 1% જેવા કિસ્સાઓમાં નાનીમોટી હૃદયની તકલીફો જોવા મળે છે. આજની તારીખે વિકસેલ હૃદય સારવારના લીધે ગર્ભાવસ્થા દરમિયાન ડિલિવરી અને Post dellevery પછી પણ જરૂરી સંભાળ રાખવામાં આવે તો હાર્ટ ફેલ્યર, એરીધમીયા અને સ્ટ્રોક થવામાં સુધારો થઈ શકે છે. છતાં પણ એ સમજવું રહ્યું કે જો કેટલીક હૃદય સમસ્યાઓમાં માતાનો મૃત્યુ દર પણ 25% થી 30% જેટલો થઈ શકે છે અને આવામાં હૃદયની કામ કરવાની ક્ષમતા, હૃદયની પંપ કરવાની ક્ષમતા, ડાબા હૃદયમાં ક્ષતિ જેવા કારણ ગણી શકાય. વિકસિત દેશોમાં રૂમેટિક હૃદયરોગ કરતાં જન્મજાત હૃદયરોગ વધારે જોવા મળે છે જેનું નિદાન થઈ અને જરૂરી ઓપરેશન કરી લેવાથી ગંભીરતા ઘટી જાય છે. ગર્ભાવસ્થામાં થતા કુદરતી ફેરફારો જેવા કે, ગર્ભવસ્થામાં શરીરના પાણીના levelમાં વધારો 6થી 8 લિટર, પ્લાઝમા વૉલ્યૂમમાં લગભગ 50%નો વધારો, Cardiac outlet 30%નો વધારો, હૃદયની ધડકવાની પ્રક્રિયામાં 10થી 15 ટકાનો વધારો નોંધાય છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીનું દબાણ ઘટવાથી પણ હૃદય ઉપર ભાર પડે છે. ગર્ભાવસ્થાના લીધે માતાનું પોશ્ચર, ગર્ભાશયની વધતી સાઈઝ અને વજનના લીધે રુધિરાભિસરણ ઉપર આડઅસર થાય છે. જેથી ડિલિવરી પતે કે તુરત જ લોહીના વૉલ્યૂમમાં અચાનક થતો વધારો જેવા ઘણાબધા ફેરફારો માતાના સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ ઉપરાંત હૃદયરોગ ધરાવતી માતાઓને Foetal Growth Retezation અધૂરા માસે પ્રસવ અને પેરિનેયલ મોર્ટાલિટી થવાની સંભાવના રહે છે.

માઈટ્રલ વાલ્વ ધસવો, ASD & VSD, PDA પલ્મોનરી સ્ટીનોસીસ જેવી હૃદયની અવસ્થાઓને પ્રમાણમાં LOW Risk ગણાય છે. તો કાર્ડિયોમાયોપથી, મારફાન સિન્ડ્રોમ જેવા હૃદયરોગ પ્રમાણમાં વધારે સીરિયસ ગણાય અને ડાબા ક્ષેપકમાં તકલીફ, પલ્મોનરી હાઇપર ટેન્શન, Mst, A.F, મેકેનીકલ વાલ્વ મૂક્યો હોય જેવી પરિસ્થિતિઓ સીરિયસ ગણી શકાય.

આમ, CLASS III કે જેમાં થોડુંક કામ કરવાથી પણ ધબકારા વધી જતાં હોય, છાતીમાં દુખાવો થતો હોય કે શ્વાસ ચઢી જતો હોય અને CLASS IV કે જેમાં દર્દી કંઈ કામ ન કરી શકતો હોય છતાં પણ ઉપરની બધી તકલીફ થતી હોય તો ગર્ભાવસ્થા ખરેખર જોખમી ગણી શકાય.

જ્યારે હૃદયરોગનો દર્દી ગર્ભાવસ્થાનું વિચારે તો નીચે પ્રમાણે આગળ વધવું જોઈએ.

(1) હૃદયની પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી. રિસ્કી અને નવા રેકોર્ડ સાથે. જોકે ઉપર જણાવ્યા મુજબના CLASS III અને CLASS IVના દર્દીઓમાં મૃત્યુદર લગભગ 80-85% જેટલો ઊંચો છે.

ગર્ભાવસ્થા ધારણ કરતાં પહેલા દર્દીનું હૃદયરોગનું સંપૂર્ણ એસેસમેન્ટ કરીને તેનું જોખમ સમજીને પછી જ ગર્ભાવસ્થાનો વિચાર કરવો જોઈએ.

ચાલુ ગર્ભાવસ્થામાં રેગ્યુલર ચેકઅપ, બાળક માટેની સોનોગ્રાફી અને ગ્રોથ રિટાર્ડેશન ન થાય તેના માટે Doppler study Taનું બરાબર પ્લાન કરવું જોઈએ. ડિલિવરી પહેલાં જ શીશી સૂંઘાડનાર ડૉક્ટર, ગાયનેકોલૉજિસ્ટ ને બાળક માટે નીઓનેટોલોજિસ્ટની ટીમ તૈયાર રાખવી જોઈએ.

હૃદયરોગવાળા દર્દીઓમાં ઘણી વખત અચાનક જ ડિલિવરીનો દુખાવો શરૂ થઈ જતો હોય છે અને એટલે જ જેવું બાળક પુખ્ત થઈ જાય કે ડિલિવરીનું આયોજન કરવું જોઈએ જેથી કરીને સંપૂર્ણ અનુભવી ટીમ ડિલિવરી વખતે હાજર હોય. એવું જોવા મળ્યું છે કે બાળકનું વજન ઓછું હોવાના લીધે સિઝેરિયન ઓપરેશનની જરૂર ખાસ પડતી નથી. Epidural ઈન્જેક્શન આપીને Painless delievery કરાવવાથી પણ સ્ટ્રેસ ઓછો થાય છે. ડિલિવરીની શરૂઆત માટે પ્રોસ્ટાગ્લાડીન ઓછા ડોઝથી શરૂ કરી શકાય. ડિલિવરી વખતે પણ દર્દીને ડાબા પડખે સુવાડી શકાય. ડિલિવરી દરમિયાન બાળકના ધબકારા માટે નિષ્ણાતની મદદ લઈ શકાય. Bacterial endocarditis ન થાય તે માટે એન્ટિ બાયોટિક જરૂરી છે. હૃદયરોગના દર્દીઓમાં પ્રસૂતિ પછીની કાળજી પણ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. દર્દીને અપાતા પ્રવાહીનું ચોક્કસાઈથી ધ્યાન રખાવું જોઈએ, કારણ કે અચાનક જ fluid shift સર્જાવાથી હાર્ટ ફેલ્યર થઈ શકે છે. ફેફસાંમાં પાણી ભરાઈ ન જાય તે માટે મોનિટરિંગ કરવું પડે છે.

એક વાર સલામતીથી ડિલિવરી થઈ જાય પછી પણ ભવિષ્યમાં કુટુંબનિયોજનની સલાહ જરૂરી છે. નહીંતર કેટલીક વાર વણજોઈતી ગર્ભાવસ્થા આવી પડે છે.

જે દર્દીઓને ClASS III કે IV હૃદયરોગ હોય તેમણે આજના જમાનામાં ગર્ભાવસ્થા ન જ રાખવી જોઈએ, કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબીના જમાનામાં સરોગસી કરીને તેઓ પોતાનું બાળક વગર જોખમે મેળવી શકે છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 3 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?