- રાષ્ટ્રપતિની ચૂંટણી ‘તમે અને હું’ vs ‘કટ્ટર MAGA’ રિપબ્લિકન થશે
- ટ્રમ્પના આયોવા જીત્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિની ટિપ્પણી
- અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી થઈ શકે બાઈડેન-ટ્રમ્પની ટક્કર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની પહેલી રેસ જીતી ગયા છે. આ જીતથી તે અનુમાનો વધુ મજબૂત થઈ ગયા છે જેમાં કહેવામાં આવતું હતું કે આ વખતે પણ રાષ્ટ્રપતિ જો બાઈડેનને એકવાર ફરી ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવો પડી શકે છે. એવામાં બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિને રિપબ્લિકન પાર્ટીના ફ્રન્ટ રનર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે થનાર રાષ્ટ્રપતિની ચૂંટણી ‘તમે અને હું’ vs ‘કટ્ટર MAGA’ રિપબ્લિકન થશે.
જણાવી દઈએ કે, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ એટલે કે MAGA અભિનં એક રાજકીય સૂત્ર છે જેને ટ્રમ્પે 2016માં પોતાના રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ખાસ્સું લોકપ્રિય બનાવ્યું હતું. હવે આયોવામાં મળેલ જીત બાદ ટ્રમ્પે 2024ના રિપબ્લિકન ઉમેદવારી માટે સૌથી આગળના ઉમેદવાર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી દીધી છે.
બાઈડને કહ્યું છે કે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં-હમણાં જ આયોવા જીત્યું છે. સ્પષ્ટ છે કે તેઓ સામે આવનાર પક્ષના સૌથી મજબૂત ખેલાડી છે. પરંતુ એક વાત એ પણ છે કે ચૂંટણી હમેશાથી ‘તમે અને હું’ vs ‘કટ્ટર MAGA રિપબ્લિકન’ થવાની છે. આ કાલે પણ સાચું હતું અને આજે પણ સાચું અને આવનાર સમયમાં પણ સાચું જ રહેશે.
વાસ્તવમાં, 15 જાન્યુઆરીના રોજ આયોવા પ્રાંતમાં રિપબ્લિકન પાર્ટીની પહેલી કોકસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોકસના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત મળી છે. આ જીત બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટિપ્પણી સામે આવી છે.


