- 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવશે દર્શનાર્થે
- ટૂંક સમયમાં અયોધ્યા આવવાનો સમય નક્કી કરશે: દ્રૌપદી મુર્મુ
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શુક્રવારે અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને RSS નેતા રામ લાલે રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુને આ પત્ર રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામ લાલે આપ્યો હતો.
આ અંગે VHPએ કહ્યું કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેનું આમંત્રણ પત્ર 22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, તે ટૂંક સમયમાં અયોધ્યા આવવાનો સમય નક્કી કરશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને આમંત્રણ પત્ર મળ્યો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ 11 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આલોક કુમાર અને નૃપેન્દ્ર મિશ્રા દ્વારા આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. ધનખરે આ દરમિયાન કહ્યું હતું કે, હું મારી ત્રણ પેઢીઓ સાથે ચોક્કસપણે અયોધ્યાધામ આવીશ, હું આમંત્રણ મેળવીને અભિભૂત છું.


