આપણે ઝડપથી ભોજન બનાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે પ્રેશ કૂકરમાં બનાવેલુ ભોજન સ્વાસ્થ્ય માટે સારુ નથી. નિષ્ણાંતો જણાવે છે કે પ્રેશર કૂકરમાં ખાવાને શરૂઆતી લક્ષણોમાં થાક લાગવો, યાદ શક્તિ ઘટવી તથા વારંવાર મૂડમાં બદલાવ જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ તેની અસર લાંબા ગાળે ખતરનાક સાબિત થાય છે.
ત્યારે નિષ્ણાંતો જણાવે છે કે 10 વર્ષથી જૂનુ થાય કૂકર એટલે તરત જ તેને બદલી લેવુ જોઇએ. તે બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે લેડની અસર તેમના માઇન્ડનો વિકાસ અને આઇક્યુ ઘટાડી દે છે. ત્યારે આવો જાણીએ કે ક્યારે કૂકર બદલવુ જોઇએ.
- કુકરની અંદર ખાડા પડી ગયા હોય કે કાળા ડાઘ દેખાય
- ઢાંકણ કે સીટી ઢીલી થઈ ગઈ હોય.
- ખોરાકમાં ધાતુ જેવી ગંધ આવવા લાગે છે
- જો તમારા કુકરમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે નવું કુકર લેવાનો સમય આવી ગયો છે
સીસું શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
- નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જૂના પ્રેશર કુકરના આંતરિક ભાગોમાંથી સીસું અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ ખોરાકમાં ભળી શકે છે.
- થાક, ચીડિયાપણું, યાદશક્તિ સમસ્યાઓ, મૂડ સ્વિંગ, બ્લડ પ્રેશર ડિસઓર્ડર અને કિડનીની સમસ્યાઓ થઈ શકે છે.
- બાળકોમાં ધીમી મગજની વૃદ્ધિ, IQ ઘટાડો, શીખવાની અને વર્તણૂકીય સમસ્યાઓ.
- સૌથી મોટી સમસ્યા એ છે કે સીસું શરીરમાંથી સરળતાથી બહાર નીકળતું નથી, પરંતુ વર્ષો સુધી લોહી અને હાડકાંમાં જમા રહે છે.
શું દરેક જુના કુકર ખતરનાક છે?
દરેક જુના કુકરમાંથી નીકળતી ધાતુની માત્રા વધારે નથી હોતી. ઘણા કિસ્સાઓમાં સ્તર એટલું ઓછું હોય છે જેથી ઝેરની અસર તરત જ દેખાતી નથી. પરંતુ થોડી માત્રા પણ શરીરમાં લાંબા સમય સુધી એકઠી થઈ શકે છે અને ખાસ કરીને બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જેમ કૂકર જૂનું થવા લાગે છે અથવા તેની અંદર નિશાન દેખાવા લાગે છે, તેમ તેમ સાવચેત રહેવું અને તેને બદલવું વધુ સારું છે.


