- વારાણસીના પ્રવાસે છે પીએમ મોદી
- મોદી મોદીના નારા અને ફુલો ઉડાડીને કરાયુ સ્વાગત
- વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદર્શનને નિહાળ્યુ
PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ વારણસીના પ્રવાસે છે. તેઓ કટીંગ મેમોરિયલ કોલેજ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રદર્શન નિહાળ્યુ હતું. ત્યાર બાદ સૌ સાથે વિકસિત ભારતના શપથ લીધા હતા. જે બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે સરકાર, રાજનીતિ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા દેશના તમામ લોકો આ વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે પોતાનો સમય આપી રહ્યા છે. તેથી સાંસદ તરીકે વારાણસી, મારી પણ જવાબદારી હતી કે મારે પણ આ કાર્યક્રમમાં સમય આપવો જોઈએ.
ઘણી સરકારો આવી અને ઘણી યોજનાઓ બની- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં ઘણી સરકારો બની છે, ઘણી યોજનાઓ બની છે, તે બધાનો સાર મારા માટે એ છે કે જે યોજના જેના માટે બનાવે છે તે યોજના તેના સુધી સમયસર પહોંચે .
મને દેશનું કામ સોંપ્યુ છે તે ચોક્કસ પૂર્ણ કરીશ-પીએમ એમ
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે સૌ વિચારીએ કે આપણે દેશને આગળ લઈ જવાનો છે. જો તમે આજે આ બીજ વાવો છો તો આ વટવૃક્ષ તમારા બાળકોને 2047માં જ ફળ આપશે. જો તમે મન બનાવી લો તો મંઝિલ દૂર નથી. આ કામ રાજકીય નથી, દરેક વ્યક્તિનું કામ છે. હું વડાપ્રધાન છું પરંતુ મને ખુશી છે કે હું આજે આ મુલાકાત પર આવ્યો છું. સારી વાત કહેવાથી ભલાઈનું વાતાવરણ સર્જાય છે. જો ઘરમાં પૈસા ઓછા હોય તો આપણે બાળકોની ઈચ્છા પૂરી નથી કરી શકતા, તેવી જ રીતે દેશને પણ પૈસાની જરૂર છે. આજે ભારત પાસે આપવાની શક્તિ છે. તમે મને દેશનું કામ સોંપ્યું છે, મહાદેવની કૃપાથી હું ચોક્કસ પૂર્ણ કરીશ. વિકસિત ભારત માટેના સંકલ્પને મજબૂત બનાવો.


