- પીએમ મોદીએ દેશને આપી વિકાસના કાર્યોની ભેટ
- રેલવે સ્ટેશન, ઓવરબ્રિજ અને અંડરબ્રિજના વિકાસ માટે શિલાન્યાસ
- પીએમ મોદીએ યુપીના ગોમતી નગર સ્ટેશનનું કર્યુ ઉદ્ઘાટન
પીએમ મોદી એક એકબાદ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. ગઇ કાલે તેઓએ ગુજરાતમાં વિકાસના કાર્યોની ભેટ આપી. ત્યારે હવે PM મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન અને 1500 રોડ ઓવરબ્રિજ/રોડ અન્ડર બ્રિજના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો છે.
PM નરેન્દ્ર મોદીએ સોમવારે રૂ. 41,000 કરોડથી વધુની કિંમતના લગભગ 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કર્યા. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો.
આ રેલવે સ્ટેશન- બ્રિજનો થશે પુનઃવિકાસ
- મધ્યપ્રદેશના 33 રેલવે સ્ટેશન અને 105 બ્રિજ
- રાજસ્થાનના 21 રેલવે સ્ટેશન અને 108 બ્રિજ
- ગુજરાતના 46 રેલવે સ્ટેશન
- બિહારના 33 રેલવે સ્ટેશન અને 72 બ્રિજ
27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે.
દ્વારકાનું રેલવે સ્ટેશન દ્વારકાધીશ મંદિરની થીમ પર- પીએમ મોદી
PMમોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે દેશની પ્રગતિની રેલ ઝડપથી આગળ વધી રહી છે. દ્વારકાનું રેલવે સ્ટેશન દ્વારકાધીશ મંદિરની થીમ પર છે. જે સુવિધાઓની માત્ર કલ્પના હતી તે સપના સાકાર કર્યા છે. દાયકા પહેલાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેન માત્ર સપનું હતી, નમો ભારત જેવી ટ્રેન બનશે તેવો વિશ્વાસ જ નહોતો. પરંતુ અત્યારે આ ટ્રેનો પૂરપાટ દોડી રહી છે.ભારતીય રેલનું ખૂબ જ ઝડપથી વીજળીકરણ કરાયુ છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ રેલવે પર મળવાની- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે અંડરબ્રિજ અને ઓવરબ્રિજથી આવન – જાવન સરળ બન્યુ છે. એરપોર્ટ જેવી સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળવાની છે. ગરીબો પણ રેલવેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાનો લાભ લે છે. રેલવેને દાયકાઓ સુધી રાજકારણનો શિકાર બનવું પડ્યુ હતુ. રેલવે નુક્સાનમાં છે એવા રોદણાં રોવામાં આવતા હતા પરંતુ આજે એ જ રેલવે મુખ્ય પરિવહન સાધન બન્યુ છે.
દેશ 11માંથી 5મા નંબરનું અર્થતંત્ર બન્યોઃPM
પીએમ મોદીએ જણાવ્યું કે આ વર્ષનું રેલવે બજેટ 2.5 લાખ કરોડથી વધુ રકમનું છે. દેશ 11માંથી 5મા નંબરનું અર્થતંત્ર બન્યો છે. સાથે જ એમ પણ જણાવ્યું કે મોદી ભારતને ઝડપથી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવશે. પરંતુ સાથે વિપક્ષ પર ટોણો મારતા પણ કહ્યું કે બજેટ ગમે તેટલુ મોટુ હોય પણ કૌભાંડો થાય તો પરિણામ ન મળે. 10 વર્ષમાં મોટા મોટા કૌભાંડો સામે લાવ્યા છીએ.,


