સ્ત્રીઓને અમુક ઉંમરે કમરના દુખાવાની તકલીફ થવા લાગતી હોય છે, મોટાભાગની સ્ત્રી આની ફરિયાદ કરે છે, આ સમસ્યા શા કારણે થાય છે અને તેના ઉપાયો શું છે તે વિશે વાત કરીએ
કારણો
- પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. પ્રેગ્નેન્સીમાં કમર દુખવાની સમસ્યામાં સૌથી વધારે દુખાવો કમરથી નીચે અને ટેબલોનની પાસે થાય છે. પ્રેગ્નેન્સીના પાંચમા મહિનામાં કમરમાં થનારો દુખાવો વધી જાય છે અને તેના કારણે મહિલાઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- 40 વર્ષની ઉંમરની મહિલાઓ એસ્ટ્રોજનની ઊણપના કારણે પ્રી-મેનોપોઝ સમયગાળાનો અનુભવ કરે છે. જેના કારણે તેમનાં હાડકાં પર અસર કરે છે. મહિલા જ્યારે 40 વર્ષની વય સુધી પહોંચે છે તો તેને પ્રી-મેનોપોઝલ અવસ્થાનો સામનો કરવો પડી શકે છે અને તેના એસ્ટ્રોજન લેવલને પણ ઘટાડે છે. જેના કારણે મહિલાઓને હાડકાં નબળાં પડવાં જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- કમરના દુખાવાનું એક કારણ વધારે વજન પણ છે. મહિલાઓએ સાચી જીવનશૈલી અપનાવીને પોતાના સ્વાસ્થ્યને સાચવવું જોઇએ. તેઓએ બેસતી વખતે ટટ્ટાર બેસવું જોઇએ, તે સાથે રોજ કસરત કરવી જોઇએ.
- વધતી ઉંમર એક એવો ફેરફાર છે જે દરેક મનુષ્યમાં જોવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે તે તેના શરીરને બાળકને જન્મ આપવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે ત્યારે તેને કમરનો દુખાવો થવા લાગે છે.
- બેઠાડુ જીવન પણ કમરના દુખાવાનું કારણ છે. આવું એટલા માટે થાય છે, કારણ કે 40 વર્ષની ઉંમરે મહિલાઓ કસરત કરતી નથી. જેના કારણે તેમની લાઇફસ્ટાઇલ પણ બગડવા લાગે છે. આના કારણે તેમની સ્થૂળતા વધવા લાગે છે, પેટની સમસ્યા પણ શરૂ થાય છે જેના કારણે હોર્મોનલ ચેન્જ, સ્ટ્રેસની સમસ્યા, ઊંઘ ન આવવી, વિટામિન ડીની ઊણપ વગેરેમાં ફેરફાર થાય છે. તેનાથી પીઠનો દુખાવો પણ થાય છે.
ઉપાયો
- એક્સરસાઇઝ કમરનો દુખાવો દૂર કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એરોબિક્સ, ફ્લેગ્ઝિબિલિટી એક્સરસાઇઝ, બેલેન્સિંગ જેવી એક્સરસાઇઝ દરેક પ્રકારની એક્સરસાઇઝ પીઠના દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરવામાં અને પીઠના દુખાવાને રોકવામાં મદદ કરે છે. તાજેતરનાં સંશોધનોએ દર્શાવ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3થી 5 વખત કસરત કરે છે તેમને કમરનો દુખાવો થવાનું જોખમ સૌથી ઓછું હોય છે.
- મહિલાઓએ પોતાના પોશ્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ અને કરોડરજ્જુને સીધી રાખવી જોઈએ.
- નિયમિત રીતે કસરત કરવાની સાથે વિટામિન ડી અને કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જોઈએ, પરંતુ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.